સુરત ગુજરાત
હેવાનિયતની પરાકાષ્ઠા : હવસખોરે શ્રમજીવીની બાળકીને ઉઠાવી અને ઝાંડી ઝાંખરામાં કૂકર્મ કર્યુ હતું, ઝાંડી-ઝાંખરામાંથી બાળકી મળી આવતા મામલો સામે આવ્યો હતો.
સચિન જી.આઈ.ડી.સી.વિસ્તારમાં 8 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજારી ફરાર થઇ જનારા નરાધમને પોલીસે આગ્રાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે જોકે પોલીસ ગતરોજ આરોપી સુરત ખાતે લઇ આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રીમાળની માંગણી પણ પોલીસ કરવાની છે.
આ દરમ્યાન પોલીસે આરોપીને પકડવા કામે લાગી હતી તે દરમ્યાન પોલીસને સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા જ્યાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્યાં આવેલા તમામ કારખાનામાં તપાસ કરી હતી. દરમ્યાન એક કારીગર ફરાર હોવાની માહિતી મળી હતી.
સુરતના સચિન જી.આઈ.ડી.સી. વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. ૫ દિવસ અગાઉ શ્રમજીવી પરિવારની સાથે સુતેલી 8 વર્ષીય બાળકીને નરાધમ યુવક રાત્રીના સમયે ઉપાડી ગયો હતો અને ઝંડી ઝાખરામાં લઇ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ત્યાં જ કડક્ડતી ઠંડીમાં તેને મૂકી ફરાર થઇ ગયો હતો. બીજા દિવસે સવારે બાળકી નહી મળતા પોલીસને પરિવારજનોએ જાણ કરી હતી અને પોલીસે બાળકીને શોધવા ટીમો કામે લગાડી હતી.
આ દરમ્યાન એક ચાની લારી ચલાવતા ઈસમને બાળકી મળી હતી અને તેણે પોલીસને જાણ કરી હતી. બાળકીના કપડા પર લોહીના ડાઘા હતા જેથી બાળકી સાથે દુષ્કર્મ થયાની આંશકા ગયી હતી અને આખરે બાળકીનું મેડીકલ પરીક્ષણ કરાવતા બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે ફરાર યુવકનો મોબાઈલ નબર શોધી કાઢ્યો હતો અને તેના આધારે પોલીસે આરોપીને આગ્રા ખાતે આવેલા રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મુકેશ બુધઈ સાહ જણાવ્યું હતું. અને તે મૂળ બિહારના પીપરહિયા ગામનો વતની છે. ગતરોજ સુરત ની સચિન જીઆઇડીસી પોલીસે આરોપી ને સુરત ખાતે લઇ આવી તેની કાયદેસરની દાહરપક્ડ બતાવી આજે તેની મેડિકલ સાથે કોર્ટમાં રજુ કરી રિમાંડ ની માંગણી ની કાર્યવાહી હાથ ધરી છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ