સુરત : પોલીસની વાનમાં લાઈવ તોડ: કોર્ટ લઈ જવાનું કહીં 200-200 રૂપિયા ની ઉઘરાણી, આરોપીઓને છોડી મૂક્યા- જુઓ વિડીયો..

527
Published on: 6:19 pm, Wed, 17 February 21
અમરોલી સુરત 
  • વીડિયો ભોગ બનનારી વ્યક્તિએ જ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે
  • પોલીસકર્મચારીઓ કસૂરવાર જણાશે તો પગલાં ભરવામાં આવશેઃ પોલીસ

સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનની પોલીસવાનમાં આરોપી પાસેથી 200 રૂપિયા લેનાર કોન્સ્ટેબલનો વાઇરલ વીડિયો બાદ ચર્ચાનો વિષય બન્યો છે. સોમવારે બપોરે અમરોલી પોલીસ સ્ટેશનની બહાર જ મોબાઇલમાં શૂટ થયેલો આ વીડિયો ભોગ બનનારી વ્યક્તિએ જ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે. ડિટેઇન કરાયેલા આરોપીઓને પોલીસ સ્ટેશનથી કોર્ટમાં લઇ જવાનું કહી પોલીસવાનમાં બેસાડ્યા બાદ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ દ્વારા 200 રૂપિયા લઈ મુક્ત કરતો વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

વીડિયોમાં હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ કેદ
અમરોલી પોલીસ મથકની બહાર જ ઉતારવામાં આવેલા આ વીડિયોમાં અમરોલી પોલીસ મથકની મોબાઇલવાન દેખાઇ રહી છે, જેમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક કોન્સ્ટેબલ બેસેલા દેખાય છે. અમરોલી પોલીસે ડિટેઇન કરેલા આરોપીઓને મામલતદાર કચેરીએ જામીન માટે લઇ જવાનું કહી પોલીસ મોબાઇલવાનમાં બેસાડવામાં આવેલા આઠથી દસ આક્ષેપિતોને 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ફરીને જતા રહેવાનું કહેવામાં આવે છે.

પાંચથી વધુ આરોપીને 200 રૂપિયા લઈને છોડી મૂક્યા.

વીડિયોની ગંભીરતાથી લઇ તપાસના આદેશ
વાનમાં બંધ અલ્તાફ હુસૈન, રઇશ, કમલ, ઇરફાન, હલીમ સહિતના આક્ષેપિતો પાસેથી 200 રૂપિયા લઇ રજિસ્ટરમાં સહી કરાવી મોબાઇલ વાનમાંથી ઉતારી દેવામાં આવતા દેખાઇ રહ્યા છે. અટકાયતી પગલાં હેઠળ ડિટેઇન કરાયેલી વ્યક્તિઓને મામલતદાર કચેરીમાં રજૂ કરી તેમને મામલતદારે જામીન આપવાના હોય છે. કેટલાક કેસમાં પોલીસને પણ પૂરતા પુરાવા ચકાસ્યા બાદ જામીન આપવાની સત્તા છે. જોકે એમાં દંડની જોગવાઇ નથી. આ સંજોગોમાં પોલીસ દ્વારા દંડના નામે રસીદ લીધા વિના ઉઘરાવાતા 200 રૂપિયાને લઇને વિવાદ જાગ્યો છે. અધિકારીઓના ધ્યાને આખું પ્રકરણ આવતાં તેમણે વાતને ગંભીરતાથી લઇ તપાસના આદેશ કર્યા છે.

બે-બે જગ્યા પર ટૂંકી સહી કરાવડાવી હતી.

પોલીસ કસૂરવાર હશે તો છોડવામાં નહીં આવે
પન્ના મોમાઇ (ડી.સી.પી., ઝોન-4)એ જણાવ્યું હતું કે અટકાયતી પગલામાં કોઇ દંડની કોઇ જોગવાઇ નથી. આ રીતે કોર્ટમાં રજૂ કર્યા વિના આરોપીને મુક્ત કરવાના હોતા નથી. આ વીડિયોને લઇને પૂરતી તપાસ કરવામાં આવશે અને જો પોલીસકર્મચારીઓ કસૂરવાર જણાશે તો તેમની સામે પગલાં ભરવામાં આવશે.

આશિષ દોંડાએ જણાવ્યું હતું કે, મે જેને ત્રણ લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા તેણે મારી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે અરજી કરતાં પોલીસ દ્વારા સોમવારે સવારે મારી ઉપર અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતાં. બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી લોકઅપમાં રાખ્યા બાદ મને તથા મારી સાથે લોકઅપમાં બંધ લોકોને અમરોલી પોલીસની વાનમાં બેસાડવામાં આવ્યા હતા. પોલીસ વાનમાં બેસાડ્યા બાદ જમાદાર અને કોસ્ટેબલે 200 રૂપિયાનો દંડ ભરીને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું. બધાને ટૂંકા નામની સહી કરવા જણાવ્યું હતું. જોકે, આ રૂપિયા શા માટે લીધા તેની કોઇ માહિતી અથવા કોઈ રસીદ આપવામાં આવી નહી.

જોકે જેના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાના હોય છે તેના વિરૂદ્ધ પોલીસ અટકાયતી પગલા લેતી નથી અને સામાન્ય માણસ સામે આ પગલાં લઈને હેરાન કરતી હોય છે ત્યારે આ વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ પર લોકો ફિટકાર લગાવી રહ્યા છે. જોકે, વીડિયો વાયરલ હોવા છતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317