સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા,

369

સુરત ગુજરાત

ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી,ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા.

સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું, એના દૃશ્યો LIVE વિડિયોમાં કેદ થયાં છે.

ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા
દશરથભાઈ શિવરાજભાઈ પટેલ (ઉં.વ. 60, રહે. ઉમિયાનગર, ડીંડોલી)ને હાથ-પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.

મણકાના સ્પેશિયાલિસ્ટને આ વિશે વાત કરતાં ઓપરેશન થયું છે એટલે એવું લાગે એમ તેમણે કહ્યું. તેમણે 3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.

ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે.

સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું, એના દૃશ્યો LIVE વિડિયોમાં કેદ થયાં છે જોકે પરિવાર દ્વારા આ તબીબ સામે લેખિત માં ફરિયાદ પણ કરવામાં આવી છે.

રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપાપાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું.જેને લઈને પરિવાર ચિતામાં મુકતા ઓપરેશન કરનાર તબીબ ને બતાવ જતા તેમને  ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી જોકે ત્યાર બાદ પણ સારુ ન થતા ફેમિલી ડોક્ટર સલાહ લઇને સર્જન ને બતાવ માટે કહ્યું હતું જોકે સર્જને સીટી સ્કેન કરવાનું કહ્યું હતું જોકે આ સીટી સ્કેન રિપોર્ટ આવતા સર્જન પણ ચોકી ઉઠીયા હતા અને મણકાના ઓપરેશન કરનાર તબીબ ની બેદરકારી સામે આવી હતી ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા.

સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે જોકે પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી આ મામલે ફરિયાદની તજવીજ શરુ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ