સુરત શહેરના ૩૦૦ ફુટના આઉટર રીંગરોડનું નામ “કેશુ ભાઈ પટેલ આઉટર રીંગ રોડ” રાખવામાં આવે : ટીમ ગબ્બર સુરત

786
Published on: 3:45 pm, Thu, 5 November 20

પ્રતિ, વડાપ્રધાન શ્રી./કલેક્ટર શ્રી
મુખ્ય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય.

વિષય :- સુરત શહેરના ૩૦૦ ફુટના આઉટર રીંગરોડનું નામ “કેશુ ભાઈ પટેલ આઉટર રીંગ રોડ” રાખવા બાબત. .

ઉપરોકત વિષયના અનુસંધાને આપ ને જણાવવાનું કે અમો ટીમ ગબ્બર ગુજરાતની માગણી છે કે, રાજ્યના પૂર્વમુખ્યમંત્રીશ્રી અને ગુજરાતના રાજકીય જીવનના સિદ્ધાંતનિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઇ પટેલનું તાજેતરમાં નિધન થયેલ છે,સ્વ. કેશુભાઇ પટેલનું રાજકીય અને સામાજીક યોગદાન ધ્યાને લઈ તેમને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપવા માટે સુરત શહેરની ચારે તરફ બની રહેલા 300 ફુટના આઉટર રીંગ રોડનું નામ “કેશુભાઇ પટેલ આઉટર રીંગરોડ” રાખવા માટે ટીમ ગબ્બર ની સાથે અનેક લોકોની લાગણી અને માંગણી છે.

જેથી આઉટર રીંગરોડનું નામ “કેશુભાઇ પટેલ આઉટર રીંગરોડ” રાખવામાં આવે તેના માટે જરૂરી કાર્યવાહી કરવા આપશ્રીને મારા અંગત વિનમ્ર સૂચન સાથેની ટીમ ગબ્બર ની રજુઆત છે, જે અંગે આપશ્રી યોગ્ય કાર્યવાહી કરશો તેનો પૂર્ણ વિશ્વાસ છે. તેમજ ટીમ ગબ્બર ની માગણી ને અનુસંધાને જે પણ કાર્યવાહી કરવામાં આવે તેની જાણ અમારાં સરનામે પત્ર વ્યવહાર મારફતે કરવા વિનંતી.

લી. કે એચ ગજેરા એડવોકેટ અને ભરત બલર ટીમ ગબ્બર ગુજરાત
પત્ર વ્યવહાર નું સરનામું :-બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં. ૯૬૬૪૮૩૫૮૭૧ તા. ૬ /૧૧ /૨૦૨૦

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.