ભાજપ ધારસભ્યની હાજરીમાં રાહત કીટ વિતરણ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા – જુઓ વિડીયો

419
Published on: 7:00 pm, Fri, 2 October 20

સુરત ગુજરાત

કોરોના ઇફેકક્ટ્સ

એમ.એલ. એ સંગીતા પાટીલેએ ઉડાવ્યા પ્રધાનમંત્રી ના સૂચન અને તંત્રના સોશિયલ ડિસ્ટન્સ ના નિયનોના ધજાગરા 144 લાગુ છતાં કીટ વિતરણની કામગીરી અને પ્રસિદ્ધિ માટે ભેગી કરી ભીડ અને પોતે પણ ઘટના સ્થળે હાજર રહીને કોરોના ફેલાવવાની કામગીરી કરી.

સુરતના લિંબાયત વિસ્તારમાં રાહત કીટ વિતરણ કાર્યક્રમ દરમ્યાન લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. જેનો વિડીયો હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, કીટ વિતરણના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. અહી આશ્ચર્યજનક બાબત એ છે કે, ભાજપના ધારાસભ્ય  સંગીતા પાટીલની ઉપસ્થિતિમાં મહિલાઓને રાહત કીટનું વિતરણ થતુ હતું. અને આ દરમ્યાન મોટી સંખ્યાં મહિલાઓ ઉમટી પડી હતી.

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે સરકાર દ્વારા ફરજીયાત માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું જેવા ઘણા બધા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તેમ છતાં અવાર-નવાર આ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળતા રહે છે. મોટા ભાગે આવી ઘટનાઓમાં ધરાસભ્યો જ ભૂલ કરતા હોય છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે.

માત્ર એટલુ જ નહી મહિલાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગ ભુલી ગઈ હતી. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને પાલિકાના નિયમોને નેવે મુકાયા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડીયો અંગે ધારાસભ્યનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ધારાસભ્ય તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળી નહોતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ