સુરત-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર : હજીરા અને ઘોઘા વચ્ચે રો રો ફેરી સર્વિસ શરૂ કરાશે,3 મહિનામાં શરૂ થવાની સંભાવના

1213

સુરત ગુજરાત

સુરતવાસીઓ  માટે એક સારા સમાચાર આવી રહ્યાં છે. હજીરાથી ઘોઘા ફેરી સર્વિસનું ઉદ્ધાટન દિવાળી પહેલા કરવામાં આવશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓ માટે આ મોટી ભેટ માનવામાં આવી રહી છે. સુરતથી સૌરાષ્ટ્ર સુધી રોડ ટ્રાન્સપોર્ટેશન વધુ છે જેને લઈને આ ફેરી શરૂ કરવામાં આવી રહી છે.

આગામી 3 માસમાં ઘોઘા-હજીરા રો રો ફેરી શરૂ થઈ શકે છે. ભાવનગરના ઘોઘાથી હજીરા સુધી રો-રો ફેરી પ્રોજેક્ટને સરકારી મંજૂરી મળી જતા આ પ્રોજેકટ આગામી અમલી બની અને રો રો ફેરી શરૂ થઈ શકે છે. ઘોઘા-હજીરા રો રો ફેરીનો પ્રોજેકટ અદાણી હજીરા પ્રાઇવેટ લિમિટેડની તરફેણમાં મંજૂર કરવામાં આવ્યો છે. ઘોઘા- હજીરા રો રો ફેરીનું કામ હવે અદાણી ગ્રુપને સોંપવામાં આવ્યું છે.

જેથી ઘોઘાથી હજીરા વચ્ચેનું  57 નોટીકલ માઇલનું અંતર 4 કલાકમાં કાપી શકાશે. કેન્દ્રના શિપિંગ મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટરાજ્ય સરકાર પાસેથી હસ્તગત કર્યા બાદ હવે ઝડપથી આ કામ આગળ વધારવામાં આવશે. ચોમાસું પૂરૂ થતાની સાથે જ રો-રો કામગીરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, રોડ ટ્રાફિક અને રેલવે ટ્રાફિક અટકાવવા માટે વોટર ટ્રાન્સપોર્ટેશનને મહત્વ આપવામાં આપવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભારતના આવા વોટર વેને આઇડેન્ટિફાય કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ સાથે કનેક્ટિવિટી વધે તે માટે પણ પીએમ 8મી તારીખે પીએમ વર્ચ્યુલી આ રોપેક્સ ફેરીને ફ્લેગ ઓફ કરશે. એક ફેરી કોચીન, આસામ, બ્રહ્મમપુત્રમાં શરૂ કરવામાં આવશે.

ફેરી સર્વિસ શરૂ થઈ ત્યારે ભાવનગર સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર બનશે તે સહિત અનેક સપનાઓ બતાવવામાં આવ્યા હતાં પરંતું ડ્રાફટ નહીં મળવાના કારણોસર રો રો ફેરી સર્વિસ અટકી ગઈ. જો કે 10 મહિના જેટલો સમય ફેરી સર્વિસ ચાલી આ દરમિયાન સાડા ત્રણ લાખ જેટલા પેસેન્જરો તેમજ હજારોની સંખ્યામાં ટ્રક, કાર અને ટુ વ્હીલર વાહનોની આવન-જાવન થઈ હતી.

રાજ્ય સરકાર પાસેથી આ પ્રોજેકટ કેન્દ્ર સરકાર પાસે પહોંચી ગયો અને હવે ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી શરૂ થવા તરફ આગળ વધી રહ્યું છે. હવે આ પ્રોજેક્ટ પર કેન્દ્ર સરકારની સીધી નજર રહેશે અને આગામી ત્રણ મહિનામાં રો રો ફેરી સર્વિસ શરૂ થઈ શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, 7500 કિમિ દરિયાકિનારો ભારત પાસે છે જેમાં વધુને વધુ વોટર વે સુવિધાઓ ઉપલભધ થાય તેવા પ્રયાસો શરૂ કરાશે. ઘોઘા-દહેજ સર્વિસ ચાલુ રહેશે બંધ નહિ થાય. ઘોઘા અને દહેજની ફેરી સર્વિસ બંધ હોવાનું કારણ સમુદ્રની સ્થતિ બદલાઈ રહી છે નર્મદાનું વહેણ બદલાતા આ સર્વિસ બંધ છે. ઘોઘા અને હજીરા સર્વિસ માટે હજીરામાં ટર્મિનલ બનાવવું હતું.

તેમણે વધુમાં કહ્યું, પીપાવાવ અને સુરત, સુરત અને દિવ, મુંબઈ અને પીપાવાવને વોટરવે મારફતે જોડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. દિવ માં ડ્રેજિંગ કરવાનું બાકી છે એ કામગીરી ચાલી રહી છે. દીવમાં ડ્રેજિંગ થઈ જતા ક્રુઝ અને રો રો ફેરી શરૂ થશે.

હજીરા થી ઘોઘા રો રો ફેરીમાં કેવી કેવી ખાસિયતો છે તે જોઇએ

* પેસેન્જરોની સાથે વાહનોને પણ લઇ જવાશે

* એક સાથે 30 ટ્રક સમાવી શકાય તેવી વ્યવસ્થા રોપેક્સ ફેરીમાં રહેશે

* 100 ટુ વહીલર સમાવી શકાશે

* 550 મુસાફરો આ ફેરી સર્વિસમાં મુસાફરી કરી શકાશે

* કોઈપણ પ્રકારના વાતાવરણમાં આ ફેરી સર્વિસ શરૂ રહેશે

* પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ની સાથે કાર્ગો ટ્રાન્સપોર્ટેશન ને ફાયદો થશે

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.