સુરતના સરથાણામાં વીડિયો બનાવવાના શોખે ધોરણ-8ના વિદ્યાર્થીનો જીવ લીધો, ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ..

1633
Published on: 1:45 pm, Thu, 13 May 21
  • 8મા ધોરણમાં ભણતો મીત વીડિયો સોશિયલ મીડિયા પર મtકતો હોવાથી માતાએ મોબાઇલ લઈ લીધો હતો
  • જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો એ રહસ્ય, પી.એમ. રિપોર્ટ મુજબ મોતનું કારણ ફાંસો છે
  • પરિવાર કહે છે, છેલ્લા એક વર્ષમાં મીતે 500 વીડિયો બનાવ્યા હતા
  • એક વીડિયો મીતના મોતનું કારણ બન્યો
  • એપ માટે વીડિયો બનાવવાના શોખે ધોરણ-8ના વિદ્યાર્થીનો જીવ લીધો

આજકાલ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરવા એ જાણે શોખ બની ગયો છે. હાલ સ્કૂલોમાં વેકેશન હોવાથી વિદ્યાર્થી ઘરે રહીને સ્ટન્ટ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર બનાવીને પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે ક્યારે આ સ્ટન્ટ વીડિયો તેમના મોતનું કારણે પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જ્યાં એક 8 નો વિદ્યાર્થી પોતાના જ બનાવેલા ફાંસામાં ફસાયો હતો અને મોતને ભેટ્યો હતો. આ કિસ્સો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

ઘરની બાલ્કની મીતની ફેવરીટ જગ્યા હતી. છેલ્લા પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. છેલ્લા એક વર્ષમાં મીતે 500 જેટલા વીડિયો બનાવ્યા હશે.

મૂળ અમરેલી જિલ્લાના કેરાળા (વીરડિયા) ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અનસૂયા, દીકરી હેની ઉર્ફ હેતુ અને નાનો દીકરો મીત (13 વર્ષ) છે. અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઇડરી-ટેક્સટાઈલનું ખાતું ચલાવે છે. મીત હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો. મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા મારતો રહેતો હતો.

મીત સ્ટન્ટ સહિત ડાન્સના વિડીયો બનાવી સોશિયલ મીડીયા પર સતત અપલોડ કર્યાં કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મીતને વીડિયો બનાવવાનો એટલો શોખ હતો કે, તેણે એક વર્ષમાં 500 જેટલા વીડિયો બનાવી દીધા હતા.

ફાંસો ખાધો કે ભૂલમાંથી લાગ્યો એ રહસ્ય

એપ માટે વીડિયો બનાવવાના શોખે ધોરણ-8ના વિદ્યાર્થીનો જીવ લીધો, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

આ પ્રવૃત્તિઓનો તે વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો. મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટ કરતો હતો. સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જણાયું હતું, પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં હતો. ગેલેરીમાં પાંચેક ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

તો એક સ્વજને કહ્યું કે, લોકોએ છોકરાઓનું ધ્યાન રાખવુ જોઈએ. તેમને એકલા ન રાખવા જોઈએ. વીડિયો બનાવતા સમયે તેમને એકલા ન છોડો. મીતને દિવાલ પર મુક્કા મારવાનો શોખ હતો. તેને મજબૂત થઈને આર્મીમાં જોડાવાના શોખ હતો. સમગ્ર સમાજ માટે સાવચેતીરૂપ કિસ્સો કહી શકાય.

ગઈકાલે તે દૂરબીન લઈને કંઈક કરવા ગયો અને માથામાં ઈજા થઈ અન દોરી ગળામાં લટકી ગઈ. ત્રણ ચાર દિવસ પહેલા જ મેં તેને ના પાડી હતી. હાલ વેકેશન હોવાને કારણે તે ફ્રી હતો. તેથી આવા સ્ટન્ટ  કરતો હતો. જેમના બાળકો આવા સ્ટંટ કરતા હોય તેમને મારી સલાહ છે કે, બાળકોના આવા વીડિયો જોઈએ છીએ ત્યારે સારુ લાગે છે, પણ પોતાના બાળકોનુ ધ્યાન રાખો કે આવા કોઈ સ્ટંટ ન કરે.

ડો. મુકુલ ચોક્સી, સાઇકિયાટ્રિક.

બાળકોની આ સમસ્યાને દૂર કરવા સાયકોલોજિસ્ટની સલાહ 

આમ, સુરતનો એક વિદ્યાર્થી રોજ વીડિયો બનાવતો, પણ એક વીડિયો તેના મોતનું કારણ બની ગયો. આ વિશે જાણીતા સાયકોલોજિસ્ટ ડો.પ્રશાંત ભીમાણીએ આ ઘટના વિશે કહ્યુ કે, આ કરુણ અને દુખદાયક ઘટના છે. પણ માતાપિતાએ બાળકોએ સમજવુ પડશે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું એ એક પ્રવૃત્તિ બની ગઈ છે, પણ તેની  બીજી સમસ્યા પણ છે. બાળકો સ્ક્રીન એડિક્ટેડ થઈ જાય છે. આવા બાળકો મોબાઈલથી દૂર જાય તો એગ્રિસિવ થઈ જાય છે. ડિપ્રેશનમાં આવી જાય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317