મોતની છલાંગ! સુરતમાં 26 વર્ષના યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ, અગમ્ય કારણો સર ટુકાવ્યો જીવ

895
Published on: 3:34 pm, Fri, 23 October 20

સુરત ગુજરાત

સુરત શહેરની વચ્ચેથી પસાર થતી તાપી નદી જાણે કે લોકો માટે આત્મહત્યા કરવાનું સ્થળ બની ગઈ હોય તેવો હાલ થયો છે. અહીંયાથી અવારનવાર લોકો તાપીમાં કૂદીને આપઘાત કરી લેતા હોય છે ત્યારે આજે વધુ એક ઘટના બની છે. તાપી નદીમાં આવેલા કાપોદ્રા બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે. ઘટનાને નજરે જોનારા લોકો યુવકને પકડીને બચાવે તે પહેલાં તે કૂદી ગયો હતો. એક યુવકે તાપીમાં કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળતા ટીમ દોડતી થઈ ગઈ હતી.

રાજ્યના સુરત માંથી ચોંકવાનારા સમાચાર સામે આવ્યા છે.જેમાં સુરત ના કાપોદ્રા બ્રિજ પરથી 26 વર્ષના યુવકે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી. મળતી માહિતી પ્રમાણે માનસિક બીમારીથી પીડાતા ગુલાબ પાટીલ નામના યુવકે આત્મહત્યા કરી. ત્યારે ઘટનાને પગલે ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે બનાવ વાળા બ્રિજ નીચે જઈને બોટની મદદથી યુવકની શોધખોળ શરૂ કરી હતી. ફાયરને કોલ મળ્યા બાદ જાણવા મળ્યુ હતું કે મારનાર યુવકનું નામ ગુલાબ મધુભાઈ પાટીલ હતું અને તે માનસિક રીતે બિમારીથી પીડાતો હતો. આ યુવક ઘરેથી જાણ કર્યા વગર નીકળી ગયો હતો કે કેમ તે અંગે પણ કોઈ માહિતી મળી શકી નહોતી.

સુરત શહેરમાં અવારનાવર આત્મહત્યાની ઘટના ઘટે છે જેમાં તાપીમાં મોતની છલાંગ લગાવી લોકો જિંદગી ટૂંકાવી નાખે છે ત્યાર ત્યારે તાપીના તમામ બ્રિજ પર કોર્પોરેશન દ્વારા  હજુ મોટી ફ્રેન્સિગ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જોકે, નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે આ યુવક હેલ્મેટ પહેરી અને બાઇક પર આવ્યો હતો અને બાઇક રોકીને બ્રિજની પાળી પાસે ગયો, રાહદારોઓ કઈ સમજે તે પહેલાં જ કૂદી ગયો હતો.

દરમિયાન ફાયર બ્રિગેડના કોલને પગલે યુવક મળી જાય તો સારવાર આપવા માટે એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી હતી પરંતુ તેની ભાળ મળી શકી નહોતી. જોકે, જવાનોએ લાઇફ ગાર્ડ પહેરીને જે જગ્યાએ કૂદકો માર્યો તેની આસપાસ ઘણી શોધળોળ ચલાવી છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ