કીર્તિ પટેલ પર વધુ એક કેસ : ગોવાથી આવતી ફ્લાઇટમાં એરહોસ્ટેસ સાથે બબાલ કરતા વધુ એક પોલીસ કેસ..

359
Published on: 7:07 pm, Sat, 26 February 22

https://chat.whatsapp.com/KU4naVOumfw9fwgqcVHiU9

ટિકટોકથી ફેમસ થયેલી સુરતની કિર્તી પટેલ સામે બે દિવસમાં બીજી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કિર્તી પટેલ સામે ડુમસ પોલીસ મથકમાં ધમકી અને મારામારીની ફરિયાદ નોંધાઈ છે. ગોવાથી સુરત આવતી ફ્લાઇટની મહિલા ક્રુ મેમ્બર સાથે માસ્ક પહેરવાને લઈને કિર્તી પટેલનો ઝઘડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક યુવતી પર જીવલેણ હુમલો કરવા બદલ પણ કિર્તી પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.

સોશિયલ મીડિયામાં ટીટોક નામની એપ પર અલગ-અલગ પ્રકારના વિડીયો બનાવીશ રાતોરાત ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે પુણા વિસ્તારમાં ધ્યાન આ પ્રયાસના ગુનામાં પોલીસે ધરપકડ બાદ જેલમાં જઈ આવી હતી. કીર્તિ પટેલ ગુનાની દુનિયામાં પોતાનો પગપેસારો કરી રહી છે. ટીકટોક સ્ટાર કિર્તી પટેલ

મહિલા ક્રુ મેમ્બર સાથે કરી બબાલ

મીડિયા રિપોર્ટ મુજબ ગોવાથી સુરત આવતી ફ્લાઇટમાં મહિલા ક્રુ મેમ્બર સાથે માસ્ક ન પહરવાને લઈ ઝગડો કરી કિર્તી પટેલે મારામારી કરતા એર હોસ્ટેટ્સને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ફ્લાઈટ લેન્ડ થયા બાદ એર હોસ્ટેસે રાજીનામુ આપ્યુ હોવાનુ પણ સામે આવ્યુ છે. ફરિયાદના આધારે હાલ ડુમસ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા કીર્તિ પટેલ ગોવાથી સુરમાં આવી રહી હતી ત્યારે ફ્લાઇટના એર હોસ્ટેસ દ્વારા તેને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું હતું જેને લઇને કીર્તિ પટેલ ઘેરાઈ ગઈ હતી અને પહેલા ફ્લાઇટના કર્મચારી સાથે ઝઘડો કર્યા બાદ તેને સાઈડ પર લઈ જાય તેને બે ત્રણ લાફા મારી દીધા હતા જેને લઈને ગોવા-સુરત-જયપુર ફ્લાઈટમાં તમામ મુસાફરો સામે થયેલા અપમાનને લઈ એરહોસ્ટેસ એ જયપુરથી સુરત આવી નોકરી પરથી રાજીનામું પણ આપી દીધું હોવાની ચર્ચાઓ આવી રહી છે.

એક દિવસ પહેલા પણ થઈ પોલીસ ફરિયાદ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા કહ્યુ કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમા કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. યુવતીએ નીચે આવીને પાર્કિંગમાં જોયુ તો ગાડીના કાચ તૂટેલા હતા. તેના બાદ યુવતી કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે કિર્તી પટેલ બે લોકો સાથે ત્યાં આવી હતી. કોઈએ યુવતીના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોયુ તો કિર્તી પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કિર્તી પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ઘોડા પર બેસીને વિડિયો બનાવવાનો લઈને પણ વિવાદ સર્જાયો હતો ત્યારે સાથે ઘુવડ રાખવાને લઈને વનવિભાગ દ્વારા પણ તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી જોકે એક યુવાને કરેલી મશ્કરી ને લઈને તેને જીવલેણ હુમલો કરતાં પુણા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે બે દિવસ પહેલાં કહી શકાય અમદાવાદ પોલીસ માટે પણ એક ગુનો દાખલ કર્યો છે.

સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : https://chat.whatsapp.com/BXh1u8cd9qqEpLtC0OxJRW

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

WhatsApp 31: whatsapp

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – Facebook