સુરતના મોટા વરાછામાં કોર્પોરેશનની બેદરકારીને કારણે અકસ્માત, બાઈક સળગીને ખાખ, ચાલકનું મોત…જુઓ વિડીયો..

5657
Published on: 7:18 pm, Sun, 7 March 21

26 વર્ષીય યુવકના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ

ગુજરાત રાજ્યમાં રોડ અકસ્માત સામાન્ય બાબત બની ગઈ છે. રાજ્યમાં વધતો વાહન વયવહાર અને લોકોની ગંતવ્ય સ્થાને પહોચાવાની ઉતાવળ લોકોના  જીવ  લઇ રહી છે. અને આ અકસ્માતનું ગંભીર પરિણામ તેના પરિવારજનોએ ભોગવવા પડે છે. પરંતુ સુરતમાં આજરોજ એક વિચિત્ર અકસ્માતમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રોડ ઉપર પડેલા ખાડાને કારણે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ના નાવડી સર્કલ પાસે એક મોટો ખાડો હતો. સ્થાનિક દ્વારા રજુઆત છતાં ઘોર નિંદ્રામાં પોઢેલા કોર્પોરેશન દ્વારા આ અંગે વારંવાર આંખ આડા કાન કરવામાં આવતા હતા. આ ખાડા માં એક કાર પલટી મારતા એક બાઇક ચાલક પણ સાથે અથડાયો હતો. બાઇક રોડ પર ધસડાતા બાઇક બળીને ખાખ થયું હતું. બાઇક સવારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આં સમગ્ર ઘટના ના CCTV  ફૂટેજ પણ સામે આવ્યા છે.

સુરત માં મનપાની બેદરકારી એક પરિવારનો દિપક બુઝાઈ ગયો છે જોકે મોટા વરાછા વિસ્તારમાં આવેલ નાવડી સર્કલ પાસે આમતો RCC રોડનું કામ ચાલી રહ્યુ છે ત્યારે થોડા દિવસ પહેલા આરસીસી રોડ મંજૂર થયેલી એક જગ્યા પર મનપા દ્વારા માટી પર ડામર નાખીને રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું

મોટા વરાછા વિસ્તારમાં આવેલા નાવડી સર્કલ ખાતે કાર (GJ-06-HD-0321) પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન સામેથી આવતી બાઈક સાથે ટક્કર થઈ હતી. જેમાં બાઈકને ચાલક સાથે કાર ચાલકે 25 ફૂટ સૂધી ઘસડ્યો હતો. ત્યારબાદ કાર પલટી મારી ગઈ હતી. જ્યારે બાઈક સળગવા લાગી હતી. દરમિયાન બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને બાઈક સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે, કાર ચાલક કોણ હતું અને ક્યાં જતો રહ્યો તે અંગે કોઈ જાણકારી મળી હતી.

અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી.

રોડ પર પડેલા ભૂવાના કારણે અકસ્માત થયાની ચર્ચા

સ્થાનિકોમાં અકસ્માતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે કે, આડેધડ ખોદકામને લઈ મોટા વરાછાનું નાવડી સર્કલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યું છે. આ વિસ્તારના સમાજ સેવકોએ પણ પાલિકામાં ફરિયાદ કરી છે. કાર અને બાઈક વચ્ચે સર્જાયેલો અકસ્માત રોડ પર પડેલા ભૂવાના કારણે થયો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317