સુરતની ટ્રાયસ્ટાર હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં આગ લાગી, દર્દીઓને બચાવવા દોડાદોડ થઈ

882
Published on: 4:17 pm, Wed, 18 November 20

સુરત ગુજરાત

સુરતમાં ફરી એકવાર આગકાંડ સર્જાયો છે. સુરતના અઠવા ગેટ વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર કોવિડ સેન્ટરમાં આગ લાગી હતી. આગ લાગવાને પગલે ફાયર વિભાગના 10 ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સારવાર લઈ રહેલા કોરોનાના તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવુ લાગે છે. જોકે, સર્વર રૂમમાં લાગેલી આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

તાજેતરમાં વડોદરા અમદાવાદ જેવા મોટા શહેરોની હોસ્પિટલોમાં આગ લાગતા ભારે અફરાતફરી જોવા મળી હતી, તેવો જ વધુ એક બનાવ આજ સુરતની હોસ્પિટલમાં બન્યો છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 8 ગાડીનો કાફલો હોસ્પિટલ પહોંચી ગઇ છે. અને ફાયરના અધિકારીઓ દ્વારા તાબડતોડ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ પણ છે.

સુરત ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમા આગ લાગી છે. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને ફાયર જવાનો દ્વારા દર્દીઓ રેસ્કુય હાથ ધરાયું છે. 16 દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા.

Tristar Multispeciality Hospital, Nanpura - Hospitals in Surat - Justdial

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 9થી 10ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી રહ્યા છે. જીવના જોખમે ફાયરના અધિકારીઓ કોવિડ દર્દીઓને પણ સલામત સ્થળે ખસેડી રહ્યા છે.સર્વર રૂમમાં વાયરિંગ બળી જતા આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરા-તફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ સિફ્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, અગાઉ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 દર્દીઓના મોત થયા હતા.

સારવાર લઈ રહેલા કોરોનાના તમામ 16 દર્દીઓને શિફ્ટ કરાયા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોય તેવુ લાગે છે. મળતી માહિતી અનુસાર સર્વર રૂમમાં લાગેલી આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.

આઠવા ગેટ વિસ્તારમાં આ ટ્રાઇ સ્ટાર હોસ્પિટલ આવેલી છે. જ્યાં આજે અચાનક આગ ભભૂકી ઉઠતા પાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી રહ્યા છે. આગ કાબુમાં લેવાના તમામ પ્રકારના પ્રયાસો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. સદ્નસીબે કોઇ જાનહાની થવા પામી ન હોવાની જાણકારી સામે આવી રહી છે.

સમગ્ર હોસ્પિટલમાં ધુમાડો ફેલાયો
હોસ્પિટલના તમામ સ્ટાફને નીચે ઉતારી દેવાયો હતો. આગને કારણે ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હતુ. તેથી દર્દીઓને બચાવવાની કામગીરીમાં થોડી તકલીફ પેદા થઈ હતી. આગનો ધુમાડો હોસ્પિટલના ત્રીજા માળ સુધી ફેલાઈ ગયો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ