મમ્મી બહેન પંખા પર લટકી રહી છે,’ નાના ભાઈ-બહેનને રમતા છોડીને તરૂણીએ આપઘાત કરી જિંદગી ટૂંકાવી,

1134
Published on: 2:57 pm, Mon, 4 January 21
સુરત ગુજરાત

સમગ્ર રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કેટલાંક લોકો આર્થિક સંકડામણથી કંટાળીને અથવા તો ડીપ્રેશનમાં આવીને આપઘાત કરતાં હોય છે. હાલમાં આવી જ એક આપઘાતની ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા જલારામનગરમાં સવિતા નામની 17 વર્ષીય વિદ્યાર્થિનીએ નાનાં ભાઈ-બહેનોને રમતાં છોડી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચર્ચાનો વિષય બન્યો હતો. સવિતા હાલ જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી આગળનો અભ્યાસ કરવાની તૈયારી કરી રહી હતી. માતા-પિતાની ગેરહાજરીમાં મોતને વહાલું કરનાર સવિતાના આપઘાત પાછળનાં કારણો જાણવા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

સચિન વિસ્તારમાં આવેલા જલારામ નગરમાં નંદુ પાસવાન પોતાના પરિવાર સાથે રહે છે. નંદુભાઈને ચાર સંતાનો છે જેમાં સવિતા સૌથી મોટી દીકરી હતી. સવિતાએ તાજેતરમાં જ ધોરણ 12ની પરિક્ષા પાસ કરી હતી અને ઉચ્ચ અભ્યાસની તૈયારીઓ કરી રહી હતી. દરમિયાન માતાપિતા ઘરમાં નહોતા ત્યારે સવિતાએ નાના ભાઈ બહેનોને રમતા મૂકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

Mumbai : 13 years old boy commits suicide after drawing demo picture of  suicide in his notebook– News18 Gujarati

નાના ભાઈએ બહેન લટકતી હોવાનું માતાને જણાવ્યું
નંદુ પાસવાન (વિદ્યાર્થિનીના પિતા)એ જણાવ્યું હતું કે 5 વર્ષના નાના પુત્ર અને સવિતાના ભાઈએ દોડીને આવીને માતાને કહ્યું- મમ્મી, બહેન પંખા સાથે લટકી રહી છે. આ સાંભળી પત્ની તાત્કાલિક ઘરે દોડીને જોયું તો દીકરી લટકતી હાલતમાં મળી આવી હતી. સવિતાના આપઘાત પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી. એક અઠવાડિયા પહેલાં જ બ્યૂટિપાર્લરનું શીખવાની વાત કરતાં તેને સામાન અપાવ્યો હતો.

માતા-પિતાની ગેરહાજરીમાં આપઘાત કર્યો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે 7:30 વાગ્યાની આસપાસની છે. હું પણ મારા ગેરેજ પર હતો અને રવિવાર હોવાથી પત્ની ઈંડાંની લારી પર હતી. 4 સંતાનમાં સવિતા મોટી દીકરી હતી. ચારેય સંતાન ઘરમાં જ રમતાં હતાં. અચાનક સવિતાએ આવું પગલું ભરી લેતાં કંઈ સમજ પડતી નથી. હાલ સચિન પોલીસ તપાસ કરી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ