સુરતમાં બાઈક પર જીવને જોખમમાં મૂકીને યુવક-યુવતીએ કર્યો રોમાન્સ, કરાઈ ધરપકડ…

2033
પાલ વિસ્તારમાં યુવક યુવતીએ ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કર્યાનો વીડિયો સામે આવ્યો
આ વીડિયો સુરતના પાલ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. વીડિયો વાયરલ થતા જ આવા જોખમી સ્ટન્ટ કરનાર યુવક-યુવતી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.

સુરતમાં સ્ટંટ કરતાં કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. અડાજણ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. યુવકનું નામ અબ્દુલ મલેક અને યુવતી તેની પત્ની હોવાનું પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું. ગત 5 માર્ચે સવારે 8 કલાકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે. કપલે બાઈક પર સ્ટંટ કરી અશ્લિલ હરકતો કરી હતી. વાયરલ વીડિયો સુરતના પાલ રોડનો છે.

સુરતમા જોખમી રીતે બાઈક રાઈડ કરીને સ્ટન્ટ કરતાં યુવકોના વીડિયો થોડા દિવસોથી વાઈરલ થઈ રહ્યાં છે.જીલાની બ્રિજ પર સ્ટન્ટ કરતાં યુવકના વીડિયો બાદ બારડોલીથી સ્ટન્ટ કરવા સુરત આવતી યુવતીનો વીડિયો સામે આવ્યો હતો.જેના પર પોલીસે કાર્યવાહી પણ કરી હતી. ત્યારે ગુરૂવારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. કથિત રીતે પાલ વિસ્તારનો કહેવાતા આ વીડિયોમાં યુવક યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં નજરે ચડે છે. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

ચાલુ બાઈક રોમાન્સનો જોખમી સ્ટન્ટ કરતા યુવક યુવતી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

રસ્તા પર ચાલુ બાઈકે રોમાન્સ

કથિત રીતે સુરતના પાલ વિસ્તારનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં નંબર વગરની સ્પોર્ટસ બાઈક પર પાછળ બેઠેલી યુવતી અચાનક જ ચાલુ બાઈકે આગળ આવી જાય છે અને ફિલ્મી સ્ટાઈલમાં યુવક સાથે રોમાન્સ કરવા લાગે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં ગીત પણ મૂકવામાં આવ્યું છે. તેરી મહોબ્બત મેં આ ગીત સાથે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. યુવતી જ્યારે ચાલુ બાઈકે આગળ આવે છે ત્યારે યુવક એક હાથે બાઈક ચલાવતો હોય છે. એકાદ સેકન્ડ માટે બાઈક કાબૂ પણ ગૂમાવે છે પરંતુ બાદમાં યુવક બાઈક પર કાબૂ મેળવી લે છે. જો કે, આ જોખમી સ્ટન્ટમાં દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત.

આપને જણાવી દઈએ કે, આ વિડીયો કથિત રીતે પાલ વિસ્તારનો કહેવામાં આવી રહ્યો છે. વિડીયોમાં યુવક-યુવતી ફિલ્મી સ્ટાઈલમાં સ્ટન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. પાછળ બેઠેલી યુવતી ચાલુ બાઈકે આગળ આવીને યુવક સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

આ પહેલા ડુમસ રોડ પર એક યુવતી બાઈક પર સ્ટંટ કરતી હતી તેની ધરપકડ કરવામાં અવી હતી, અલગ અલગ સ્પોર્ટ્સ બાઇક પર માસ્ક પહેર્યા વગર છૂટા હાથે કરતબો કરતી હતી. જેનો વીડિયો કોઇએ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડ્યો હતો. જ્યાંથી વીડિયો ઉમરા પોલીસને મોકલાયો. પોલીસે કેટીએમ બાઇક નં.જીજે – 22 – ક – 9378ના આધારે તપાસ કરી બાઈક માલિક મોહંમદ બિલાલ રસુલભાઇ ઘાંચીનો સંપર્ક કર્યો હતો. તેમાં જાણવા મળ્યું કે, સંજના ઉર્ફે પ્રિન્સી ચંદ્રકિશોર પ્રસાદને ફોટોગ્રાફી અને રાઇડિંગ માટે આ શખ્સે તેણીને બાઈક આપ્યું હતું. પોલીસે સંજના ઉર્ફે પ્રિન્સીએ શોધી ધરપકડ કરી અને માસ્ક વગર જોખમી રીતે બાઇક રાઇડિંગ કરવા બદલ ગુનો નોંધ્યો.

આજકાલ દેખાદેખીમાં આવા વીડિયો બની રહ્યાનું લોકોનું માનવું છે. આવા સ્ટન્ટ કરીને જે તે વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકવાની સાથે સાથે રસ્તેથી પસાર થતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂકે છે. ક્યારેક આવા બનાવોમાં જીવ પણ જતો હોય છે. પોલીસ આવા લોકોને શોધીને તેમની સામે કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317