ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર જુસ્સો
રોહિત શર્મા બનાવી શકે છે બે મોટા રેકોર્ડ
બુમરાહ સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનશે
T20 વર્લ્ડ કપમાં આજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. આ મેચ દુબઈમાં સાંજે 7:30 થી રમાશે. ટોસ તેના અડધા કલાક પહેલા સાંજે 7 વાગ્યે યોજાશે. આ મેચમાં ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે. અમે તમને એવા પાંચ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ જે આ મેચમાં બની શકે છે.
આમ તો ક્રિકેટ મેચની વાત આવે એટલે ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને હોય છે અને તેમા પણ જો ક્રિકેટ મેચમાં ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોય ત્યારે આ ઉત્સાહ બેવડાઈ જતો હોય છે. T20 વર્લ્ડ કપમાં વિરાટ સેના અને બાબર સેના વચ્ચે જબરદસ્ત મુકાબલો છે. ત્યારે અમદાવાદના ક્રિકેટ રસિક ) પોતાના શરીર પર કરેલા તિરંગાના પેઇન્ટ સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેવીજ રીતે એક યુવક પાકિસ્તાનના ફ્લેગનો પેઇન્ટ પોતાના શરીર પર કરી પહોંચ્યો.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે. કોહલીએ અત્યાર સુધી ટી 20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 285 ચોગ્ગા ફટકાર્યા છે. તે આ યાદીમાં બીજા નંબરે છે. જો કોહલી આ મેચમાં 15 ચોગ્ગા ફટકારે છે તો તે T20માં 300 ચોગ્ગા મારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની જશે. હાલમાં આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ 295 ચોગ્ગા સાથે ટોચ પર છે. તેની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં કોહલી પાસે રેકોર્ડ બનાવવાની તક છે.
આ બંને ક્રિકેટ ફેન્સે શહેરના રિવરફ્રન્ટ પર લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભારતનો દુશ્મન દેશ જો કોઈ હોય તો તે પાકિસ્તાન છે, એ સૌ કોઈ જાણે છે. કારણ કે, દર વખતે ભારતે દોસ્તીનો હાથ લંબાવવા છતાં પાકિસ્તાને ભારતની પીઠમાં ખંજર ભોંકવાનું જ કામ કર્યું છે. જેના કારણે સરહદ પરની વાત હોય કે, ક્રિકેટનું બેટલ ગ્રાઉન્ડ હોય ભારત પાકિસ્તાનનો મુકાબલો કાંટાની ટક્કર જેવો જ રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની ટક્કર છે. સાંજે 7.30 વાગે આ મેચની ઇન્તેજારી લોકોને સવારથી જ છે.
જો આઈસીસીના વનડે અને ટી20 વિશ્વકપની વાત કરીએ તો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ તમામ 12 મેચમાં જીત મેળવી છે. ટી20 વિશ્વકપની 2007માં શરૂઆત થયા બાદ ભારતીય ટીમે પાકિસ્તાનને પાંચ મેચમાં પરાજીત કરી છે અને વિરાટ કોહલીની ટીમ આ વિજય અભિયાન જારી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
સુનીલ ગાવસ્કર અથવા સૌરવ ગાંગુલી, દરેક જે આ રમતને સારી રીતે સમજે છે તે જાણે છે કે આ ફોર્મેટમાં બે ટીમો વચ્ચેનો તફાવત ઘણો ઓછો છે અને કોઈપણ એક ખેલાડી તેની ટીમને વિજય તરફ દોરી શકે છે. તે કોહલી પણ હોઈ શકે છે જે આ મેચમાંથી ફોર્મમાં પરત ફરવા માટે મક્કમ હશે. તે શાહીન શાહ આફ્રિદી પણ હોઈ શકે છે જે ભારતીય ટોપ ઓર્ડર પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરશે. તે મોહમ્મદ રિઝવાન અથવા મોહમ્મદ શમી અથવા સૂર્યકુમાર યાદવ હોઈ શકે છે.
ટી20 વર્લ્ડકપના લાઇવ ટેલિકાસ્ટના અધિકાર સ્ટાર નેટવર્કની પાસે છે. ભારતમાં લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર નેટવર્કની ચેનલો પર થશે. ભારતીય ઉપમહાદ્વીપ શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવ ઉપરાંત અન્ય દેશોમાં પણ આ નેટવર્ક પર આ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ બતાવવામાં આવશે. ફેન્સ સ્ટાર સ્પૉર્ટ્સ 1, સ્ટાર સ્પૉર્ટ્સ 1 એચડી, સ્ટાર સ્પૉર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પૉર્ટ્સ 2 , સ્ટાર સ્પૉર્ટ્સ 2 એચડી, અને સ્ટાર સ્પૉર્ટ્સ 2 હિન્દી ની ચેનલ્સ પર તમામ મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ જોઇ શકો છો. આ ઉપરાંત તમે ડિઝ્ની હૉટસ્ટાર એપ પર પણ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકો છો.
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો : +9198247 23317