તાલાળા હોસ્પિટલમાં સ્ટાફ કવાર્ટર હજુ ચણાય તે પહેલાં છત માં ભ્રષ્ટાચાર ના ગાબડા : તપાસ ની માંગ

158

તાલાળા ગીર

તાલાળા હોસ્પિટલમાં સ્ટાફ કવાર્ટર હજુ ચણાય તે પહેલાં છત માં ભ્રષ્ટાચાર ના ગાબડા

સરકાર દ્વારા વધુ એક ઘોર બેદરકારી આવી સામે, તાલાળા પંથક માં 45 ગામ ની બે લાખ ની માનવ વસ્તી ને આરોગ્ય સેવા આપતી તાલાળા ગીર માં આવેલ સરકારી હોસ્પિટલમાં સેવા આપતા તબીબો તથા સ્ટાફ માટે રહેવા હોસ્પિટલ ના પટાંગણમાં રૂ, 47 લાખ ના ખર્ચે બની રહેલ કવાર્ટર ની કામગીરી સાવ નબળી હોવાનું ભોપાળુ બહાર આવ્યું.

સ્ટાફ કવાર્ટર ની કામગીરી પૂર્ણ થાય એ પહેલાં જ છત માંથી ગાબડા પડવા લાગ્યા, પ્રજા ના પૈસા પાણીમાં જાય નહીં તે પહેલાં તુરંત કવાર્ટર ની કામગીરી અટકાવી , થયેલ કામગીરી ની યોગ્ય તપાસ ની માંગણી વિજિલન્સ પાસે તાલાળા તાલુકા ના સામાજીક યુવા અગ્રણી વિજયભાઈ હિરપરા ( માધુપુર ગીર) અને ધવલભાઈ કોટડીયા એ આવેદનપત્ર આપી માંગણી કરતા તાલાળા પંથક માં ચકચાર મચી ગયો હતો.

તાલાળા સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સ્ટાફ માટે લાખો રૂપિયા ની કામગીરી કરવામાં આવી હતી જેમાં ભ્રષ્ટાચાર દેખાઈ આવ્યો હતો. આ કામગીરી માં સાવ નબળી કક્ષા નું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, ચાલુ વરસાદે સ્લેપ ભરતા ગાબડા પડવાની નોબત આવી હતી.સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી પરંતુ જો થઈ હોત તો તો કોની જવાબદારી રહેત ??

આ કામગીરી અટકાવી વિજિલન્સ મારફત તપાસ ની માંગ કરવામાં આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ