તેલુગૂ સુપરસ્ટાર ચિરંજીવીને થયો કોરોના,2 દિવસ પહેલાં માસ્ક વગર તેલંગાણાના મુખ્યમંત્રીને મળ્યા હતા

517
Published on: 6:48 pm, Mon, 9 November 20

તેલુગુ મેગાસ્ટાર

તેલુગુ મેગાસ્ટાર ચિરંજીવી કોરોના પોઝિટિવ આવ્યા છે. 65 વર્ષીય ચિરંજીવીએ ખુદ આ વાત સોશિયલ મીડિયા પર જણાવતા લખ્યું કે. ‘મને અત્યારે કોરોનાના કોઈપણ લક્ષણ નથી અને હું ઘરે જ ક્વોરન્ટીન છું. છેલ્લા 5 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને વિનંતી છે કે તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. હું મારી રિકવરીની જાણકારી અપટેડ કરતો રહીશ.’

શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો
ચિરંજીવી ટૂંક સમયમાં તેની અપકમિંગ ફિલ્મ ‘આચાર્યનું શૂટિંગ કરવાના હતા. સેટ પર જતા પહેલાં જ તેમણે સાવધાની રૂપે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો. ‘આચાર્ય’નું શૂટિંગ લોકડાઉનને કારણે માર્ચમાં અટકી ગયું હતું. આ ફિલ્મમાં ચિરંજીવી સિવાય કાજલ અગ્રવાલ લીડ રોલમાં છે. ફિલ્મના પ્રોડ્યુસર રામ ચરણ છે જેના ડિરેક્ટર કોરતાલા શિવા છે.

ચિરંજીવી 7 નવેમ્બરે હૈદરાબાદના પ્રગતિ મેદાનમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવને મળ્યા હતા. આ દરમ્યાન તેણે માસ્ક પહેર્યો ન હતો. માત્ર તેને હાથમાં પકડ્યું હતું. ચિરંજીવી સિવાય સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન પણ અહીંયા હાજર હતા. તે પણ માસ્ક વગર આવ્યા હતા.

ઓસ્કર સેરેમનીમાં ચિરંજીવીને આમંત્રણ મળ્યું હતું
ચિરંજીવીનું સાચું નામ કોનીડેલા શિવશંકર વારા પ્રસાદ છે. તે પહેલા એવા સાઉથ ઇન્ડિયન સ્ટાર છે, જેને 1987માં ઓસ્કર સેરેમનીમાં આમંત્રણ મળ્યું હતું. ચિરંજીવી એકમાત્ર સ્ટાર છે જેમણે સિંગલ, ડબલ અને ટ્રિપલ રોલમાં સો દિવસ સુધી સતત ચાલનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. તે પહેલા એવા ઇન્ડિયન ફિલ્મ સ્ટાર છે, જેમણે પોતાની વેબસાઈટ શરૂ કરી છે. ચિરંજીવીએ 20 એવી ટાઇટલ રોલવાળી હિટ ફિલ્મો આપી છે જેણે સો દિવસ સુધી બોક્સઓફિસ પર બિઝનેસ કર્યો હોય.

 સુપરસ્ટાર ચિરંજીવીએ તેની પોસ્ટમાં લખ્યું છે, 'ફિલ્મ આચાર્યનાં શૂટિંગ પહેલાં પ્રોટોકોલ હેઠળ મને કોવિડ ટેસ્ટ કરાવ્યો જેમાં દુર્ભાગ્યથી હું કોરોના પોઝિટિવ આવ્યો છું. મારી અંદર કોરોનાનાં કોઇ લક્ષણ ન હતાં. મે પોતાની જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી લીધો છે. ગત 5 દિવસમાં મને જે પણ લોકો મળ્યાં છે તે તમામને અપીલ છે કે તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. જલ્દી જ મારા ઠીક થવાની સૂચના આપીશ.'

આપને જણાવી દઇએ કે, તેલુગૂ ઉપરાંત કન્નડ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું છે, તેમણે 1978માં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. ગત વખતે ચિરંજીવી સુપરહિટ ફિલ્મ ‘સે રા નરસિમ્હા રેડ્ડી’માં નજર આવ્યાં હતાં. જેમાં અમિતાભ બચ્ચન પણ નાનકડી ભૂમિકા અદા કરી છે. હવે તેમની ફિલ્મ ‘આચાર્ય’ની શૂટિંગ ચાલી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ