તમિલનાડુ : માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, વિડીયો જોઇને કાળજું કંપી ઉઠશે..

1848
Published on: 4:07 pm, Sat, 23 January 21
તમિલનાડુ 

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવી જ ક્રુરતાનો વિડીયો સામે આવ્યો છે. તમિલનાડુમાં હાથી પર સળગતું ટાયર નાખવાનો કાળજુ કંપાવતો વીડિયો સામે આવી રહ્યો છે. આ ઘટના તમિલનાડુમાં આવેલ નીલગિરીમાં બની છે.

કોઇ વ્યક્તિએ સળગતું ટાયર હાથીની ઉપર ફેક્યું હતું. સળગતા ટાયરને લીધે હાથી ખુબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેમજ થોડા દિવસો બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાથીના કાન પર સળગતું ટાયર નાખવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલ વીડિયોમાં હાથીના કાન પર સળગતું ટાયર જોવા મળી રહ્યું છે. હાથી પર સળગતું ટાયર નાખવાને લીધે તે દર્દથી આમથી તેમ ભાગવા લાગે છે. આ દરમિયાન તેના કાનની નજીકનો ભાગ ખુબ ખરાબ રીતે બળી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, હાથીના એક કાનમાં ઉંડા ઘાવને લીધે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમજ તેની પૂછપરછ કરવામાં આવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઇમારતથી હાથી પર સળગતું ટાયર નાખે છે. જેને લીધે હાથીનો કાન ઇજાગ્રસ્ત થઈ જાય છે. ત્યારપછી હાથી એક બંધ પાસે પડેલો જોવા મળ્યો હતો.

વીડિયોમાં એક વ્યક્તિ ઇમારતથી હાથી પર સળગતું ટાયર નાખે છે. જેના કારણે હાથીનો કાન ઇજાગ્રસ્ત થાય છે. આ પછી હાથી એક બંધ પાસે પડેલો જોવા મળ્યો હતો. પશુ ચિકિત્સકોએ હાથીની સારવારનો પ્રયત્ન કર્યો હતો પણ તે તેને બચાવી શક્યા ન હતા.

સારવાર દરમિયાન હાથી મૃત્યુ પામ્યો

તમિલનાડુનાં નીલગીરીમાં એક હાથીનાં મૃત્યુએ લોકોનાં હૃદયને હચમચાવી દીધું. સળગેલા ટાયરને લીધે ઘાયલ બનેલ હાથી સારવાર દરમિયાન મૃત્યુ પામે છે જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો ઇમોશનલ બની રહ્યાં છે.

માણસ આટલો ક્રૂર કેમ બન્યો, હાથી પર સળગતું ટાયર નાખ્યું, કાળજુ કંપાવતો VIDEO વાયરલ

સળગતા ટાયરને લીધે 40 વર્ષિય હાથીનું દુખદ મૃત્યુ

આ સમગ્ર ઘટના નીલગીરીનાં મસિનાગુડી ક્ષેત્રનો છે. કથિત રીતે કોઈ વ્યક્તિએ ટાયરમાં આગ લગાવીને તેને 40 વર્ષિય એક હાથી પર ફેંકી દીધુ. જે સળગતું ટાયર હાથીનાં કાન પર ફસાઈ ગયુ અને જેનાથી હાથી દર્દથી આમતેમ ભાગવા લાગ્યો હતો. જેનાંથી તેનાં કાનની આસપાસનો ભાગ ખૂબ ખરાબ રીતે બળી ગયો હતો. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ