તાંડવ’ વેબ સિરીઝ પર વકર્યો વિવાદ, સૈફ અલીખાનનાં ઘરે પોલીસે વધારી સુરક્ષા,દિગ્ગજ કલાકારો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

279
તાંડવ વેબ સિરીઝ વિવાદ

તાંડવ વેબ સિરીઝને લઇને વિવાદ વધુ વકર્યો છે. વેબ સિરીઝ તાંડવને લઇને એમેઝોનનાં અધિકારીઓને માહિતી અને પ્રસારણ મંત્રાલયનું તેંડુ આવ્યુ છે. વેબ સિરીઝમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઇ હોવાનુ ચર્ચામાં આવ્યુ છે. આ મામલે હવે સૈફ અલી ખાનનાં ઘરે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. વેબ સિરીઝમાં અમુક સીનનાં ભાગમાં બોલાયેલા શબ્દોને લઇને સૈફ અલી ખાન અને અલી અબ્બાસ ઝફર સામે FIR નોંધાઇ છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઓટીટી સીરીઝ તાંડવ અંગે એમેઝોન પ્રાઈમ પાસેથી જવાબ માંગ્યો છે. સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રવિવારે ભાજપ નેતા રામ કદમે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી સરકારે આ પગલું ભર્યું છે. ભાજપનાં સાંસદ મનોજ કોટકે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને ઓટીટીનાં નિયમનની માંગ કરી છે. તેઓ કહે છે કે, તે અશ્લીલતા, હિંસા, નશો, અપશબ્દો અને દ્વેષથી ભરેલું છે અને કેટલીકવાર તે હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

રામ કદમે ફિલ્મ ક્રિએટર્સ, અભિનેતાઓ અને દિગ્દર્શકો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. કદમ કહે છે કે, સૈફ અલી ખાન અને ડિમ્પલ કાપડિયા અભિનિત આ વેબ સિરીઝે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે અને દર વખતે આવું થાય છે. રામ કદમે એવા દ્રશ્યો તરફ ધ્યાન દોર્યું જેમાં ભગવાન શિવની મજાક ઉડાવવામાં આવે છે. અને માંગણી કરી કે, તેઓને દૂર કરવામાં આવે. આ વેબ સિરીઝમાં કામ કરતા મોહમ્મદ જીશાન અયૂબે માફી માંગી છે. તેમણે માહિતી અને પ્રસારણ પ્રધાનને એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવી ઓટીટી કન્ટેન્ટની સમીક્ષા માટે સેન્સર બોર્ડ સ્થાપવાની માંગ કરી છે.

સૈફ સાથે ઝીશાન પર નિશાન

સૈફ અલી ખાન સિવાય સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને એક્ટર ઝીશાન અયુબ પર પણ રામ કદમે નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, અલી અબ્બાસ ઝફરે સિરીઝમાં ભગવાન શિવનું મજાક છે તે સિનને હટાવવો જોઇએ. જો બદલાવ નહી થાય તો સિરીઝને બોયકોટ કરવામાં આવશે.

સિરીઝમાં સૌથી વધારે ઝીશાન અયુબના એક વીડિયોને શૅર કરવામાં આવી રહ્યો છે જેમાં તે ભગવાન શિવ બનીને કંઇક એક્ટિંગ કરી રહ્યો છે. ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓ સાથે આઝાદીની વાત કરી રહ્યો છે. વિધાયકે ઝીશાન પાસે માફીની માગ કરી છે.

સુનિલ ગ્રોવર સહિત એક્ટર્સ પર FIR
લખનઉમાં એક્ટર સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનિલ ગ્રોવર, તિગ્માંશુ ધૂલિયા જેવા દિગ્ગજ કલાકારો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. આ વિવાદના કારણે સોશ્યલ મિડીયા પર પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

સરકારે એમેઝોન પ્રાઇમ પાસે માંગી સફાઇ
તાંડવને લઇને થઇ રહેલા વિવાદમાં સૂચના પ્રસારણ મંત્રાલયે સિરીઝને લઇને એમેઝોન પ્રાઇમ પાસેથી સફાઇ માંગી છે. દેશભરમાં આ સિરીઝને લઇને જે પ્રકારે વિરોધ વંટોળ ઉભો થયો છે તેને લઇને સરકાર પણ હવે એક્શનમાં આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ