સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ
સુરત ગુજરાતઆત્મહત્યા સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી. ઉતરાણ રેલવે બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવી. કોલ મળતા જ મોટા વરાછા અને કોસાડ ફાયર સ્ટેશનના જવાનોએ બોયા અને રસ્સીને મદદથી મહિલાને બચાવી લેવાઈ..#Surat #FireDepartment #Rescue #Utran #TapiRiver#suicide
Gepostet von Gujarat update am Freitag, 25. September 2020
સુરતમાં બે અલગ અલગ બ્રિજ પરથી મહિલા અને કિશોર તાપી નદીમાં કૂદ્યા, ફસાઈ જતા ફાયર વિભાગે બચાવ્યા
અમરોલી અને ઉત્રાણ રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં કૂદ્યા હતા,સુરત પાલિકાના ફાયર વિભાગે ઉત્રાણ રેલવે બ્રિજ ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનારી મહિલાને આ રીતે રેસ્ક્યુ કરીને બચાવી લીધી હતી…
શહેરના ઉત્રાણ રેલવે બ્રિજ પરથી એક મહિલાએ છલાંગ લગાવી હતી. જોકે, તે બ્રિજની ફસાઈ ગઈ હતી. જ્યારે અન્ય એક બનાવમાં અમરોલી બ્રિજ પરથી એક 15 વર્ષીય કિશોરે તાપી નદીમાં છલાંગ લગાવી હતી. જોકે, તેણ પણ બ્રિજ નીચે ફસાઈ ગયો હતો. બંને ઘટનાની જાણ થતા ફાયર વિભાગ દ્વારા મહિલા અને કિશોરને સહીસલામત બહાર કાઢ્યા હતા.
સુરત ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરી. ઉતરાણ રેલવે બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવનાર મહિલાને બચાવી. કોલ મળતા જ મોટા વરાછા અને કોસાડ ફાયર સ્ટેશનના જવાનોએ બોયા અને રસ્સીને મદદથી મહિલાને બચાવી લેવાઈ..
કિશોરભાઈ લાખાણી (નજરે જોનાર) એ જણાવ્યું હતું કે હું કામ પર જવા નીકળ્યો હતો ત્યારે એક વ્યક્તિ સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં છલાંગ મારતા જોઈ મેં તાત્કાલિક ફાયર ને જાણ કરી દીધી હતી. 10 મિનિટમાં ફાયર આવી ગયા બાદ હું ત્યાંથી નીકળી ગયો હતો. બ્રિજ પરથી યુવાનના ચંપલ મળી આવ્યા હતા. ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીને લઈ વહેણ પણ વધારે હતો. યુવાન તણાઈને બ્રિજ નીચે આવી ગયો હોવાનું છેલ્લા દેખાયું હતું. ત્યારબાદ ફાયરના જવાનોએ તાપીના પાણીમાંથી યુવાનને બહાર કાઢ્યો હતો.
ફાયર અને ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમ ખાતે સવારે 09:08 કલાકે અજાણી સ્ત્રી ઉત્રાણ રેલવે સ્ટેશનની પાછળ રેલવે બ્રિજ નીચે તાપી નદીમાં છલાંગ લગાવી છે અને થાંભલા પાસે લટકી રહેલ છે તે મુજબનો બચાવ કોલ મળ્યો હતો. મોટા વરાછા અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારી ક્રુ સહિત રવાના થયા હતા અને પિલર નીચે તાપી નદીમાં ફસાયેલ સ્ત્રી નામે કાળીબેન મનોજભાઈ પારઘી (ઉ.વ.30)ને રીંગ બોયા અને રસ્સાની મદદથી બચાવ કરી સહી-સલામત બહાર કાઢી હતી. ત્યારબાદ 108માં સારવાર માટે સિવિલ લઈ જતા સારવાર નથી કરાવી કહી ભાગી ગઈ હતી.
ફાયર અને ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમ ખાતે સવારે 09:48 કલાકે અજાણી વ્યક્તિએ સવજી કોરાટ બ્રિજ નીચે તાપી નદીમાં છલાંગ લગાવેલ છે તે મુજબનો બચાવ કોલ મળ્યો હતો. જેથી મોટા વરાછા ફાયર સ્ટેશનના અધિકારી ક્રુ સહિત રવાના થયા હતા અને પિલર નીચે તાપી નદીમાં ફસાયેલ કિશોર નામે ચેતન રતનસિંહ ઠાકોર (ઉ.વ.15)ને રીંગ બોયા અને રસ્સાની મદદથી બચાવ કરી સહી-સલામત બહાર કાઢી અને પોલીસને સોંપ્યો હતો.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
વોટ્સએપ 2 : https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
વોટ્સએપ 3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi
વોટ્સએપ 4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn
https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ