એક ચાવાળાએ PM મોદીને દાઢી કરાવવા મોકલી આપ્યો રૂ.100 નો મની ઓર્ડર..

979
  • એક ચાવાળાએ પ્રધાનમંત્રી મોદીને મોકલ્યો મની ઓર્ડર 
  • હોસ્પિટલની  બહાર લગાવે છે ચાની દુકાન 
  • ગયા વર્ષના લોકડાઉન બાદ ઠપ થઈ ગયો છે ધંધો 
  • એક ચાવાળાએ PM મોદીને દાઢી કરાવવા મોકલી આપ્યો રૂ.100 નો મની ઓર્ડર..

દેશમાં જ્યારે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તૈયારીઓ થઇ રહી હતી તે સમય પહેલાથી વડાપ્રધાનો મોદીએ પોતાની દાઢી વધારવાની શરૂઆત કરી હતી. આ ચૂંટણીઓનાં પરિણામને આવતા પણ ઘણો સમય વીતી ગયો છે પરંતુ આજે પણ PM મોદીએ પોતાની દાઢી બનાવી છે. જે બાદ દેશનાં એક ચાવાળાએ PM મોદીને દાઢી બનાવવા માટે 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલી આપ્યો છે.

Prime Minister Narendra Modi Grooming Evolution - News Chant

મહારાષ્ટ્રના બારામતીના એક ચા વાળાએ પીએમ મોદીને દાઢી કરાવા 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલ્યો છે. અનિલ મોરે નામના આ વ્યક્તિએ કહ્યું કે લોકડાઉનના કારણે ઘણા લોકોનો ધંધો રોજગાર ઠપ થઈ ગયો છે

તેમણે કહ્યું કે, હું મારી કમાણીમાંથી 100 રૂપિયા મોકલી રહ્યો છું જેથી મોદી દાઢી બનાવી લે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો મોદી કંઈક વધારવા માંગતા હોય તો તેમણે રોજગાર વધારવો જોઈએ. લોકોની આરોગ્ય સુવિધા માટે રસીકરણ કેન્દ્રમાં વધારો કરવો જોઇએ. લોકોની સમસ્યાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. અનિલ મોરેએ કહ્યું કે, વડા પ્રધાન દેશનાં સર્વોચ્ચ નેતા છે. અમારા મનમાં તેમના માટે આદર છે. અમારો ઇરાદો તેમને હેરાન કરવાનો નથી પરંતુ લોકડાઉનને કારણે લાખો લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અનિલ મોરેએ પોતાના મની ઓર્ડર સાથે પત્ર મોકલ્યો અને પોતાની માંગ રાખી છે. તેમણે કોરોનાને લીધે પોતાનો જીવ ગુમાવનાર દરેક વ્યક્તિનાં પરિવારને 5 લાખ રૂપિયાની મદદ દેવા અને લોકડાઉન વધુ આગળ વધે તો દરેક પરિવારને 30 હજાર રૂપિયાની મદદની પણ માંગ કરી છે.

After all, why PM Modi is keeping this long beard and hair? - News Crab |  DailyHunt

પાછલા ડોઢ વર્ષથી ઠપ પડ્યું છે કામકાજ 
અનિલ શહેરના એક પ્રાઈવેટ હોસ્પિટલની પાસે પોતાની ચાની દુકાન ચલાવે છે. પાછલા ડોઢ વર્ષથી લોકડાઉનના કારણે તેમનું કામ બંધ પડ્યું છે. તેનાથી નારાજ થઈને તેમણે સીધુ પ્રધાનમંત્રી મોદીના નામે રજીસ્ટર પત્ર લખ્યો અને પોતાની માંગ તેમાં લખી. કોરોનાને કારણે થયેલા લોકડાઉનને કારણે, લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317