બેવડો નિર્ણય : સુરતમાં કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે શિક્ષકોને સોંપાઇ નવી કામગીરી, પછી શું કરાઇ જાહેરાત ? ..

681

પાલિકાના કર્મચારીઓ સાથે મૃતદેહોની ગણતરી માટે શિક્ષકોનો આદેશ પરત લેવાયો

સુરતમાં શિક્ષકોને સોંપાયેલી જવાબદારીનો નિર્ણય મહાનગરપાલિકાએ પરત ખેંચ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને સ્મશાનમાં મૃતદેહ ગણવાની જવાબદારી સોંપતો પરીપત્ર જાહેર કરાયો હતો.જે બાદ શિક્ષકોમાં રોષ જોવા મળતા મહાનગરપાલિકાએ નિર્ણય પરત ખેંચ્યો છે. રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘનાપ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ મ્યૂનિસિપલ કમિશ્નરને રજૂઆત કરી હતી.

કોર્પોરેશનના શિક્ષકે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું કે સ્મશાનમાં મૃતદેહની નોંધણી કરવાની કામગીરી શિક્ષકો માટે યોગ્ય નથી.અમે અમારા શિક્ષક સંઘમાં ગઈકાલે રાત્રે જ આ બાબતે રજૂઆત કરી છે. અમને આ કામગીરી અંગે સોશિયલ મીડિયા થકી જ મેસેજ આપવામાં આવ્યા હતા. સંઘના અમારા હોદ્દેદારોને આ ઓર્ડર રદ કરવા માટે જાણ કરી છે.

પાલિકા દ્વારા જાહેર કરાયેલા પરિપત્રનો શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. સુરતમાં કોરોનાના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. તંત્રની કર્મચારીઓની ખોટ નજરે આવી રહી છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાનમાં કર્યા છે, જ્યાં 24 કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.

સુરતમાં મરણાંક વધી જતાં, ત્યાંના સ્મશાનોમાં મૃતકની અંતિમક્રિયા માટે કલાકોનું વેઇટિંગ છે. જોકે, સુરતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગેનો વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો નિર્ણય કર્યો છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની 6-6 કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનના જે કર્મચારીઓ હોય તે મૃતદેહની નોંધણી કરતા જ હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકોને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો છે.

નવી જવાબદારી સોંપાતાં શિક્ષકોમાં કચવાટ જોવા મળ્યો હતો.

સુરતમાં જગ્યા ઘટતા બારડોલી મૃતદેહ મોકલાયા

સુરતથી કોરોનામાં મૃત્યુ થયેલા મૃતકોને અંતિમક્રિયા માટે મોકલવામાં આવ્યા બાદ, બારડોલી સ્મશાનમાં બોડીને શબવાહિનીમાંથી ઉતારવાથી લઈ, સગડીમાં મુકવા સુધીની તમામ કામગીરી બારડોલી પાલિકાના નગરસેવક અને એક્તાગ્રુપના સભ્ય આરીફ પટેલ તથા બીજા સભ્યો મદદ કરી રહ્યા છે. સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.બારડોલીના સ્મશાનમાં 3 ગેસ સગડી કોરોના મૃતક માટે ઉપયોગમાં લેવામાં આવશે. સુરતથી આવતા મૃતકોને સ્મશાનમાં અંતિમક્રિયા માટે બારડોલીની સેવાભાવી સંસ્થા અને પાલિકાના કર્મચારી સહિત મદદગારીમાં હાજર રહેશે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317