ટીમ ગબ્બર અને અખિલ ભારત હિંદુ મહાસભાએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર આપ્યું

544
Published on: 2:27 pm, Thu, 27 May 21

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે અખિલ ભારત હિંદુ મહાસભાએ સુરત કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું,સાથે જ 15 દિવસમાં જો હકારાત્મક જવાબ આપવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

આજ રોજ ટીમ ગબ્બર સુરત ના કે એચ ગજેરા એડવોકેટ અને કેતન સોજિત્રા, દેવ પટેલ અને ચિંતન ગજેરા દ્વારા ગાય ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા અને ગૌ માતા ની વિવિધ યોજના ચાલુ કરાવવા ની માંગ સહિત ની રજુવાત સુરત કલેકટર શ્રી ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી.

સરકાર દ્વારા ગાયોના નામે કશુ જ ન કરવામાં આવતું હોવાની રજૂઆત કરાઈ હતી.

ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા આવે 

ગાયના સંરક્ષણ માટે શરૂ કરાયેલી કેટલીક મહત્ત્વની યોજનાઓને ભાજપ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી છે. જે ખરેખર ગૌરક્ષકો માટે અને ગૌ પ્રેમીઓ માટે આઘાતજનક બાબત છે.અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં ગાયને ગૌરી, ગીતા, ગંગોત્રી અને માનું બિરુદ આપેલું છે. અને હિંદુ ધર્મના આસ્થાનું પ્રતિક છે. અનાદી કાળથી ગાયની પૂજા કર્યા બાદ જ બધા લોકો પોતાના કર્મો કરતા આવ્યા છે. ભૂતકાળની અંદર ઘણા સાધુ સંતો અને લોકો દ્વારા ગાયને રાષ્ટ્ર માતા જાહેર કવા માટે ઘણા બધા આંદોલન કરેલા છે.

ગુજરાત માં રોજ ઘણી ગાડીઓ માં ગૌમાતા ની તસ્કરી કરવામાં આવે છે તેના પર સપૂર્ણ પણે પ્રતિબંધ લાગવો જોઈએ અને ગૌહત્યા કરનાર ને ફાસી ની સજા થવી જોઈએ એવી પણ માંગ ઉઠી છે.

ગૌમાતા ને રાષ્ટ્રીયમાતા જાહેર નહી કરાય તો આંદોલન થશે..

સુરતમાં અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન આપવા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. અને હાથમાં ગૌ માતા રાષ્ટ્ર માતા જેવું બેનર લઈને સુરત કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અખિલ ભારત હિંદુ મહાસભા દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમે સંવેદનશીલ સરકારને એક નમ્ર અપીલ કરીએ છીએ કે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સરકાર પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે 15 દિવસમાં હકારાત્મક જવાબ આપે. જો હકારાત્મક જવાબ નહી આપવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317