સુરત : સેલ્ફી લેવા જતાંત્રણ મિત્રો પાણીમાં પડ્યા, બે જાતે બહાર આવ્યાં એકને સ્થાનિક તરવૈયાએ બચાવ્યો..

1027
Published on: 6:30 pm, Mon, 28 June 21
બે જાતે બહાર આવ્યાં એકને સ્થાનિક તરવૈયાએ બચાવ્યો
રાંદેરના ત્રણ મિત્રો પૈકી એક ડૂબ્યો

શહેરનાં રાંદેર અને સિંગરપૂરને જોડતા વિયર કમ કોઝવે ઉપર રાંદેરના ત્રણ બાળકો ફરવા પહોંચ્યા હતા. જોકે કોઝવે પાસે ઉભા રહીને સેલ્ફી પાડવા સમયે અચાનક બેલેન્સ ગુમાવતા ત્રણેય યુવાનો તાપી નદીમાં પડ્યા હતા. જોકે, બે બાળકોને તરતા આવડતું હોવાને લઈને નદી બહારનીકળી ગયા હતા જ્યારે એક બાળક તાપી નદીમાં ડુબવા લાગ્યો હતો તે સમયે સ્થાનિક તરવૈયાઓ તાપી નદીમાં ઝંપલાવી આ બાળકને બચાવી લીધો હતો. આ બાળકને બચાવતો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ઘણો જ વાયરલ થયો છે.

સુરત ના કોઝવે પર એક તરુણ સેલ્ફી લઇ રહ્યો હતો. તે વેળાએ તેનો પગ લપસી જતા તે નદીમાં પડી ગયો હતો. પાણી વધુ હોવાથી અને તરુણને તરતા ન આવડતું હોવાથી તે ડૂબવા લાગ્યો હતો. જો કે ત્યાં હાજર તેના મિત્રોએ બુમાબુમ કરતા કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. અને તેઓએ કોઝવેના પાણીમાં કુદી તરુણને બચાવી લીધો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

Surat : Boy collapse in river during take selfe , live rescue video viral

રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેની રેલિંગ પર સેલ્ફી લેવા જતાં છોકરાએ સંતુલન ગુમાવતાં નદીમાં પડી ગયો હતો. ગઈ કાલે સવારે 9 વાગ્યા આસપાસ રાંદેરના મિત્રો અહીં ફરવા આવ્યા હતા. દરમિયાન કોઝવે પર સેલ્ફી લઇ રહ્યા હતા એ સમયે આ છોકરો રેલિંગ ક્રોસ કરી નદીની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો. અહીં તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો.

એ સમયે એક તરુણ રેલિંગ ક્રોસ કરી નદી ની એકદમ નજીકથી સેલ્ફી લેવા પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પગ લપસી જતાં નદીમાં પડ્યો હતો. તરતા ન આવડવાને લીધે તે ડૂબવા લાગ્યો હતો. અન્ય મિત્રોને તરતા ન આવડતું હોવાને લીધે બૂમાબૂમ કરવા લાગ્યા હતા. આખરે કોઝવે પર નિયમિત તરવા જતા હરિઓમ ક્લબના સભ્ય અજય ઘીવાલા સ્થિતિ પારખી ગયા હતા. તેઓ તરત જ કોઝવેમાં કૂદી પડ્યા હતા અને તેમણે ડૂબી રહેલા તરુણને બહાર કાઢયો હતો.

તરુણને 5-7 મિનિટ સુધી એક હાથે ઊચો કરી કિનારે લાવ્યા.

બચાવનાર તરવૈયાએ જણાવ્યું કે, રવિવારની સવારે ત્રણ બાળકો કોઝવે નજીક જોખમ લઈ સેલ્ફીની મજા લઈ રહ્યા હતા. અચાનક ત્રણ પૈકી એક કોઝવોમાં પડી ગયો અને થોડે દૂર પાણીમાં ખેંચાય ગયો હતો. મારી નજર પડી ત્યારે એકવાર તો એમ લાગ્યું કે કોઈ તરી રહ્યું છે પછી અહેસાસ થયો આ ડૂબી રહ્યો છે એટલે કપડાં સાથે જ પાણીમાં કૂદીને બાળકને બચાવી લીધો હતો 5-7 મિનિટ સુધી બાળકને એક હાથે કોઝવેના પાણીમાં ઉંચકી રાખી કિનારે સુધી લાવ્યો હતો. પાળા પાસે વધુ પડતી લીલ હોવાથી જો બાળકને ઊંચક્યો ન હોત તો પાણીમાં ગરકાવ થઈ ગયા બાદ એને શોધવો ખૂબ જ અઘરો હોત. ત્રણેય બાળકો સારા અને પૈસાદાર ઘરના લાગતા હતા. ગભરાય ગયા હતા ડૂબતા મિત્રને બહાર કાઢતા જ ત્રણેય મિત્રો પલક ઝબકતા જ ગાયબ થઈ ગયા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317