સુરત : ટેકસટાઇલ માર્કેટ સાથે જોડાયેલા લોકો ને દંડ નહિ આપવા કુમાર કાનાણી સાહેબે લખ્યો પત્ર..

1742
Published on: 11:37 am, Fri, 20 August 21

સુરત ગુજરાત

એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલ પોતાની ટુ- વ્હીલર પર પોટલા લઈને જતા શ્રમિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને સુરત શહેર પોલીસ જવાનો દ્વારા માસ્ક સિવાય ના અન્ય દંડોમાથી તેમને મુક્તિ આપવામાં આવે તેવી નગરજનોની લાગણીને ધ્યાને લઇને રજુઆત સુરત શહેર ટ્રાફિક (ડી.સી.પી.)ને કરી : કુમાર કાનાણી

છેલા ઘણા સમય થી કોરોના કાળ ના કારણે સમગ્ર દેશ માં બેરોજગારી માં વધારો થયો છે એ ઉપરાંત લોકો પાસે ખાવા ના પૈસા પણ નથી રહ્યા, તો એવામાં પોલીસ દ્વારા લોકો પાસે મસમોટા દંડો ઉઘરાવી રહ્યા છે જેથી લોકો નિરાધાર બની રહ્યા છે.

ગુજરાત ના સુરત શહેર માં એમ્બ્રોઇડરી અને ટેકસટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા લોકો પોતાનું ઘર ચલાવવા પોતાની બાઇક પર પોટલા ફેરવતા હોય છે જેથી પોલીસ દ્વારા આ તમામ બાઇકો ને ઉભી રાખો મસમોટા દંડો ઉઘરાવી રહ્યા હોય છે. જેથી ગઈકાલ ના દિવસે આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે જેમાં કુમાર કાનાણી દ્વારા લખવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમય થી બેરોજગારી વધી રહી છે જેથી પોલીસ ને સૂચના આપવામાં આવી રહી છે એમ્બ્રોઇડરી ને લગતા ધંધાના માણસો ને દંડ માં રાહત મળે, એટલે કે બાઇક પર પોટલા લહી જતા હોય એ બાઇકો ને દંડ નહિ આપવો, ફક્ત માસ્ક વગર ના લોકો ને જ દંડ આપવો.

કુમાર કાનાણી દ્વારા વધુ માં એવું પણ કહેવામાં આવ્યું છે , 10 – 15 પોલીસ ના ટોળા ગમે ત્યા ઉભા રહી ને પબ્લિક ને હેરાન કરી રહ્યા છે તો તે દંડ નહિ લેવા સૂચના આપી છે અને જો આજથી દંડ ઉઘરાણી બંધ નહિ થાય તો સ્થળ પર જહી વિરોધ કરવામા આવશે : કુમાર કાનાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317