ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં મેહુલ ચોકસી..

635
Published on: 1:28 pm, Sun, 30 May 21

ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં રહેલા મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર સામે આવી, આંખ લાલ અને હાથ પર ઈજાના નિશાન

પંજાબ નેશનલ બેંક ગોટાળા માં આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી ની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. મેહુલ ચોકસી હાલમાં ડોમિનિકા પોલીસ ની કસ્ટડીમાં છે. તસવીરોમાં દેખાતો મેહુલ ચોકસી જેલના સળિયા પાછળ છે અને તેના હાથો પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. તેની આંખો ઘણી લાલ છે અને દેખાવ પરથી તે નબળો લાગી રહ્યો છે. આ દરમિયાન કતાર એક્ઝિક્યૂટિવના બોમ્બર્ડિયર ગ્લોબલ 5000 એરક્રાફ્ટના ડોમિનિકા પહોંચવાને લઈને અંદાજોનો દોર તેજ થઈ ગયો છે. આ એરક્રાફ્ટ ડોમિનિકાના ડગલસ ચાર્લ્સ એરપોર્ટ પર ઉતર્યું છે. એન્ટિગુઆનું મીડિયા અંદાજો લગાવી રહ્યું છે કે આ પ્લેન ડોમિનિકા કોને લેવા પહોંચ્યું છે કે પછી કોણ ડોમિનિકા આવ્યું છે?

PNB કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે ડોમ્નિકાની જેલમાં બંધ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની કેટલીક તસવીરો મીડિયા સામે આવી છે. જેમાં તેના શરીર પર ઈજાના નિશાન છે. આ મામલે ચોક્સીના વકીલોનો દાવો છે કે મેહુલ ચોક્સી સાથે મારપીટ થઈ છે.

PHOTOS: ભાગેડુ મેહુલ ચોક્સીની લેટેસ્ટ તસવીરો સામે આવી, હાથ પર ઈજાના નિશાન?  | World News in Gujarati

ડોમિનિકા પોલીસની કસ્ટડીમાં રહેલા મેહુલ ચોક્સીની પ્રથમ તસવીર સામે આવી, આંખ લાલ અને હાથ પર ઈજાના નિશાન

મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે અને આ અંગેની તસવીર સામે આવી છે. એન્ટુગુઆ ન્યૂઝરૂમ દ્વારા ડોમિનિકામાં જેલમાં રહેલા ચોક્સીની તસવીર જાહેર કરવામાં આવી છે.તસવીરમાં જોઈ શકાય છે કે ચોક્સીનું શરીર ખૂબ જ ઉતરી ગયું છે, તેની આંખ પર સોજો છે અને તે લાલ થઈ ગઈ છે. હાથ પર ઈજાના નિશાન હતા, તેમણે મારપીટનો આરોપ લગાવ્યો છે.

હાથ પર ઈજાના નિશાન બતાવતા ચોક્સી.

PNB સ્કેમમાં મેહુલ ચોકસી છે વોન્ટેડ

ભારતથી ફરાર હીરા કારોબારી મેહુલ ચોકસી છેલ્લા થોડાક સમયથી એન્ટિગુઆના જોલી હાર્બર વિસ્તારમાં રહે છે. ત્યારબાદથી ભારત દેશની તપાસ એજન્સી (CBI) અને ઇડી (ED)ની ટીમ તેને પરત ભારતમાં પ્રત્યર્પિત કરવા માટે પ્રયત્નશીલ છે. નોંધનીય છે કે ચોકસી પંજાબ નેશનલ બેંક (PNB Scam)ની સાથે કથિત રીતે 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલામાં વોન્ટેડ છે. ચોકસીની વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરેલી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317