સુરતમાં દયનીય સ્થિતિ : સુરતના ઉમરા સ્મશાનમાં 40 મૃતદેહોનો ‘ઢગલો’, અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ…

2063
Published on: 10:10 am, Fri, 9 April 21
  • બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે
  • તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ
  • અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં વેટીંગ જોવા મળી રહ્યું છે.

બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે.

40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

શહેરમાં સતત વધી રહેલા કોરોનાને લઈને તંત્રની ચિંતા વધી છે ત્યારે સતત હોસ્પિટલ હોય કે મેડિકલ સ્ટૉર તમામ જગ્યા પર વેટીંગ જોવા મળી રહ્યુ છે. ત્યારે હવે સ્મશાનમાં પણ અંતિમ ક્રિયા માટે મૃતદેહોને રાહ જોવાનો વારો આવ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે, કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. આજે સુરતના ઉમરા ગામ ખાતે આવેલ સ્મશાન ખાતે મૃતદેહના ઢગ થઇ ગયા છે અને શહેરના લોકોને ચેતવવા માટે એક વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો આ વીડિયોમાં લાશોના ઢગ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

સુરત માં શબવાહિનીઓ સતત દોડતી રહે છે

સુરતના અશ્વિનીકુમાર કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી પરંતુ હવે મૃત્યુની સંખ્યા એટલી હદે વધી છે કે શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે અને તેના કારણે સતત લાશોનો ઢગ સ્મશાનગૃહમાં જોવા મળે છે.

શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે.

વહીવટીતંત્ર સવારથી સાંજના કોરોના સંક્રમિત વ્યક્તિઓના અને દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને કારણે મોતના આંકડા ખૂબ ઓછા બતાવીને બધાને ગેરમાર્ગે દોરતી હોય તેવું લાગે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ ખેલી રહી છે. પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા તેના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે. તે પણ એક મોટો વિષય છે.

કોરોનાને લઈને મુત્યુ થયેલા લોકો સાથે આ બીમારીમાં સપડાયા વગર પણ એટલા લોકોના મોત થઇ રહ્યા છે કે તેની અંતિમ ક્રિયા માટે સ્મશાનોમાં વેટીંગ જોવા મળી રહ્યું છે. સતત 5થી લઇને સાત કલાક પોતાના સ્વજનની અંતિમ ક્રિયા માટે આવેલા લોકોને રાહ જોવાનો વારો આવે છે. જોકે આ વીડિયો વાઇરલ થવા પાછળ શહેરના લોકોને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો છે કે હજુ પણ સુધરી જવું નહીં તો શહેરની હાલત બતથી બત્તર થઇ રહી છે અને જો નહીં તો પોતાનું જે થવાનું હોય તે થશે સાથે પરિવારને પણ આ રીતે હેરાન થવાનો વારો આવશે.

 

મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. પહેલા રોજ 500થી 600 જેટલા કોરોના પોઝિટિવ આવતા હતા.તે ને બદલે હવે 800 સુધી પહોંચી ગયો છે. જે બતાવે છે કે ખૂબ જ વધુ ગંભીર છે. તેનું નિર્માણ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317