ટીંટોઈ SBIના ત્રણ કર્મીઓ કોરોનામાં સપડાયા : કોરોના કહેર વચ્ચે સ્ટેટ બેંકે ગ્રાહકોને કેવાયસી જમા કરાવવાના મેસેજથી ગ્રાહકોમાં આક્રોશ

154

અરવલ્લી

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો દૈનિક કેસો ૧૪૦૦ પાર થઈ ગયા છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે ધીરે ધીરે બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે.

ત્યારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને બેંકે ગ્રાહકોને નવા ફોર્મની જરૂરિયાત સાથે ફરીથી કેવાયસી અપડેટ કરવા શાખા પ્રબંધકને જમા કરાવવાના મેસેજ થી ગ્રાહકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભિલોડા,ધનસુરાની બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાયા બાદ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક સાથે ત્રણ કર્મચારીઓ કોરોના સંક્રમીત હોવાનું બહાર આવતા ટીંટોઈ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. ત્રણે કર્મચારીઓને હોમકોરન્ટાઇન કરી બ્રાન્ચને સૅનેટાઇઝ કરવાની સાથે બેંકનું કામકાજ સ્થગીત કરવામાં આવ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ