કોરોનાની ત્રીજી લહેરની એન્ટ્રી, કોરોનાથી 255 બાળકો સંક્રમિત, દૌસામાં 341 બાળકો સંક્રમિત, જાણો શું છે લક્ષણો..

987
Published on: 3:28 pm, Mon, 24 May 21
  • રાજસ્થાનમાં 600 બાળકો સંક્રમિત થઈ ગયા 
  • બાળકોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
  • દેશમાં હવે કોરોનાને કેસો ઘટવા લાગ્યા છે
  • છેલ્લા 10 દિવસમાં 250થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત થયાં છેઃ સીએમઓ રાજેશ શર્મા
  • આ આંકડા તમને ડરાવવા માટે નહીં પણ તમને તકેદારી રાખવાનું સૂચવે છે 
  • રાજસ્થાનના ડુંગરપુરમાં કોરોનાથી 255 બાળકો સંક્રમિત, દૌસામાં 341 બાળકો સંક્રમિત

કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી લોકો હેરાન છે. આ પાછળનું મોટું કારણ એ છે કે ત્રીજી લહેરની સૌથી વધુ અસર બાળકોને થવાની છે. રાજસ્થાનના બે જિલ્લામાં બાળકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થઈ રહ્યાં છે. દૌસા અને ડુંગરપુરમાં બાળકોમાં ઝડપથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. દૌસા અને ડુંગરપુર જિલ્લામાં અત્યારસુધીમાં 600થી વધુ બાળકો સંક્રમિત થયાં છે. ઉલ્લેખનીય છે કે ડુંગરપુર ગુજરાતની નજીક આવેલું છે.

 રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો કોરોના સંક્રમિત 

કોરોનાની ત્રીજી લહેરની આશંકા હવે ચિંતામાં વધારો કરી રહી છે. કેમ કે તે સૌથી વધારે બાળકોને અસર કરે છે. રાજસ્થાનના બે જિલ્લામાં બહું ઝડપથી બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ડૌસા અને ડૂંગરપુરમાં બાળકોમાં કોરોનાના સંક્રમણ ચિંતા વધારનારુ છે.

પિતાનું મૃત્યુ, બે બાળકીઓ સંક્રમિત

દૌસામાં સિકરાયના એક ગામમાં બે બાળકીઓ(એકની ઉંમર 9 વર્ષ છે, બીજીની ઉંમર 10 વર્ષ છે) કોરોનાથી સંક્રમિત થઈ છે. આ બંનેના પિતા કોવિડ પોઝિટિવ હતા, તેમનું નિધન થઈ ચૂક્યું છે, જોકે એ પછી કોરોનાથી બંને બાળકીઓ સંક્રમિત થઈ છે. આ જ રીતે દૌસામાં એક બે વર્ષનું બાળક કોરોના પોઝિટિવ થયું છે.

Effects of coronavirus in children adds to list of Covid-19 unknowns |  Financial Times

બાળકોમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ 

જો તમારા બાળકમાં કે પછી કુટુંબના કોઈ પણ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેનું નાક સતત વહી રહ્યું હોય, તેને સખત તાવ કે પછી ઉધરસ થઈ હોય, પેટમાં દુખાવો થતો હોય તેવી ફરિયાદ બાળક તરફથી સાંભળવા મળતી હોય, બાળકને થાક લાગતો હોય કે પછી તેને ઝાડા-ઊલટી હોય તો તમારે તકેદારી રાખવાની જરૂર છે. બાળકને તરત જ ડોકટર પાસે લઈ જવો.

કલેક્ટરે વાતને નકારી, CMOએ સ્વીકારી

જોકે ડુંગરપુરના કલેક્ટર સરેશ કુમાર ઓલા કહી રહ્યા છે કે તેમના જિલ્લામાં બાળકોમાં કોરોનાનું સંક્રમણ બિલકુલ સામાન્ય છે. બાળકોનાં માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યાં છે. આ કારણે બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયાં છે. જોકે તેની સંખ્યા ઓછી છે, જોકે કલેક્ટરની વાતને સીએમઓએ ફગાવી છે.

સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કેટલા બાળકો કોરોનાગ્રસ્ત

UNICEF estimates deaths of 8.8 lakh children due to COVID-19 in South Asia;  maximum from India

દૌસામાં સિકરાય ઉપખંડના એક ગામના 2 બાળકીયો(એકની ઉંમર 9 વર્ષ છે અને બીજાની 10 વર્ષ છે. ) કોરોનાએ પોતાની ઝપેટમાં લીધી છે. આ રીતે દૌસામાં એક વર્ષનું બાળક પોઝિટિવ આવ્યુ છે.  સ્વાસ્થ્ય વિભાગનું માનીએ તો દૌસામાં 1મેથી 21 મેની વચ્ચે 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેજ  રીતે ડુંગરપુરમાં 12 મેથી લઈને 22 મે સુધી 18 વર્ષના 255 બાળકો સંક્રમિત થયા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317