ઉત્તર પ્રદેશ : બારાબંકીમાં ટ્રકે બસને ટક્કર મારતાં સર્જાયો અકસ્માત, 18 મુસાફરોનાં મોત, રૂ. 2-2 લાખ સહાયની કરી જાહેરાત..

627
Published on: 2:46 pm, Wed, 28 July 21
  • લખનૌથી આવી રહેલા ટ્રેલરે રોડના કિનારે ઉભી બસને જોરદાર ટક્કર મારી 
  • વડાપ્રધાને મૃતકોના પરિવારોને રૂ. 2-2 લાખ સહાયની કરી જાહેરાત
  • દુર્ઘટનામાં 11 લોકોના સ્થળ પર મોત, સાતે હોસ્પિટલ જતા પહેલા શ્વાસ છોડ્યા
  • હરિયાણાથી બિહાર જઈ રહી હતી બસ

ઉત્તર પ્રદેશ ના બારાબંકી માં મોડી રાત્રે એક કંપાવી દેનારો માર્ગ અકસ્માત થયો છે. લખનઉ-અયોધ્યા હાઇવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસમાં લખનઉ તરફ જઈ રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી દીધી. આ બસમાં સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો તેને ઝપટમાં આવી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે દુર્ઘટનામાં લગભગ 18 લોકોનાં કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસી પર પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલોને ટ્રોમા સેન્ટર લખનઉ રેફર કરવામાં આવ્યા છે.

હકિકતમાં લખનૌ- અયોધ્યા હાઈવે પર રોડ કિનારે એક ખરાબ થયેલી ડબલ ડેકર બસ ઉભી હતી. ત્યારે લખનૌથી આવી રહેલા ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. જેથી બસમાં સવાર એને તેની નીચે સુઈ રહેલા લોકો તેની ઝપેટમાં આવ્યા હતા. ટક્કર એટલી જબરજસ્ત હતી કે આ દુર્ઘટનામાં લગભગ 18 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વધારે ગંભીરને લખનૌ રિફર કરવામાં આવ્યા છે.

ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. એમાં સવાર 150 મુસાફર હતા. ખરેખર, એક બસ રસ્તામાં બગડી હતી, જેનાનો મુસાફરો પણ આ બસમાં આવી ગયા હતા. બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની એક્સેલ તૂટી ગઈ હતી, તેથી ડ્રાઇવરે લખનઉ-અયોધ્યા હાઇવે પર કલ્યાણી નદી પુલ પર બસ ઊભી રાખી દીધી હતી. આ પછી મુસાફરો નીચે ઊતર્યા હતા. કેટલાક મુસાફરો બસની નીચે તેમજ કેટલાક બસની આસપાસ સૂઈ ગયા હતા. એ દરમિયાન મોદી રાત્રે સાડાઅગિયાર વાગ્યે લખનઉ તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે બસને ટક્કર મારી હતી. અકસ્માતમાં ટ્રકની અડફેટે આવતાં લગભગ 11 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં અને બાકીના 7 લોકોનાં મોત હોસ્પિટલ લઈ જતાં થયાં હતાં.

પ્રાઇવેટ ટ્રાવેલ્સની આ ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. ત્યારે કલ્યાણી નદીની પાસે બસ ખરાબ થઈ ગઈ. મળતી જાણકારી મુજબ, એક્સેલ તૂટી જવાના કારણે બસ ખરાબ થઈ ગઈ હતી. ત્યારબાદ મુસાફરો બસમાંથી નીચે ઉતરીને નીચે, આગળ અને આસપાસ સૂઈ ગયા. આ દરમિયાન લખનઉ તરફથી આવી રહેલી ટ્રકે બસને જોરદાર ટક્કર મારી. તેના કારણે ઘટનાસ્થળે જ 11 લોકોનાં મોત થઈ ગયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારાબંકી અકસ્માત અંગે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરીને માહિતી લીધી હતી. વડાપ્રધાને મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને 50-50 હજાર આપવામાં આવશે. જ્યારે, સીએમ યોગીએ તમામ ઇજાગ્રસ્તોને મફત સારવાર આપવાની સૂચના આપી છે. બારાબંકીના ડીએમ અને એસપી ઘાયલોને તેમના ઘરે લઈ પહોંચાડવાની વ્યવસ્થા કરશે.

જ્યારે ઘટના બની ત્યારે ટ્રક  ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ત્યારે ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈન લાગી હતી. અનેક કિલો મીટર જામ લાગ્યો હતો. ઘટનાનો શિકાર બનેલા લોકો બિહારના સીતામઢી, સુપૌલ સહિત અલગ અલગ જિલ્લાના રહેવાસી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317