પાકિસ્તાનના સિંધમાં બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર, 30નાં મોત, 50થી વધુ ઘાયલ, ઘણા લોકો કોચમાં ફસાયા..

647
Published on: 1:53 pm, Mon, 7 June 21
  • પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી 
  • અત્યાર સુધી 33 લોકોના મોત થયા
  • 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે
  • પાકિસ્તાનમાં સર સૈયદ એક્સપ્રેસ અને મિલ્લત એક્સપ્રેસ વચ્ચે ભીષણ અકસ્માત
  • 30નાં મોત, 50થી વધુ ઘાયલ; હજી ઘણા લોકો કોચમાં ફસાયેલા છે

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સ્થિત ઘોટકીમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. અહીં બે ટ્રેનોની વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાના અહેવાલ છે. દુર્ઘટનાની ભયાનક તસવીરો જોઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. મળતી જાણકારી મુજબ, રેતી અને ડહારકીની વચ્ચે સર સૈયદ એક્સપ્રેસ ટ્રેન અને મિલ્લત એક્સપ્રેસ સાથે ટક્કર થઈ ગઈ. સ્થાનિક મીડિયા મુજબ આ દુર્ઘટનામાં 40થી 50 લોકો ઘાયલ પણ થયા છે.

પાકિસ્તાનમાં સોમવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજાને અથડાઈ હતી. આ ઘટનામાં અંદાજે 30 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ બંને એકબીજા સાથે અથડાઈ હતી. હજી પણ ઘણા લોકો કોચમાં ફસાયેલા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ. આ અકસ્માત ઘોતકી પાસે થયો છે. સ્થાનિક રિપોર્ટ મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ બેકાબૂ થઈને બીજા ટ્રેક પર જઈને પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ચાર બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 30 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે 40થી 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો

પાકિસ્તાનમાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી છે. જેમાં અત્યાર સુધી 33 લોકોના મોત થયા છે. જ્યારે 50 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે.  આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્રરે કરી છે. તેવાાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.

રેલવેએ જણાવ્યું કે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા જઈ રહી હતી ત્યારે રસ્તામાં તે ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ. આ દરમિયાન રાવલપિંડીથી કરાચી જઈ રહેલી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ ગઈ. દુર્ઘટના બાદ મિલ્લત એક્સપ્રેસની આઠ અને સર સૈયદ એક્સપ્રેસના એન્જિન અને ત્રણ બોગીઓ પાટા પરથી ઉતરી ગયા. જ્યારે કેટલીક બોગીઓ ખાડામાં જઈને પડી.

રેસ્ક્યૂ ટીમ ચાર કલાક સુધી ઘટનાસ્થળે પહોંચી ન હતી

અકસ્માત બાદ અધિકારીઓ ચાર કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. મોડી પહોંચેલી રેસ્ક્યૂ ટીમે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. હજી પણ અકસ્માતમાં ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલા કોચને ગેસ-કટરથી કાપીને એમાં ફસાયેલા મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. નજીકનાં ગામોથી પહોંચેલા ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતને કારણે આ માર્ગ પરનાં મોટા ભાગનાં વાહનોને ટ્રાફિકની અસર થઈ છે.

વધી રહી છે દુર્ઘટના

પાકિસ્તાનમાં હાલના  દિવસોમાં અકસ્માત વધી રહ્યા છે. એક દિવસ પહેલા દેશના ઉત્તર પશ્ચિમમાં પર્વતીય રસ્તામાંથી એક મિનીવૈન નદીમાં પડી, જેમાંથી 7ના મોત થયા 3 ઘાયલ થયા હતા. આ મામલાની  માહિતી આપતા પાકિસ્તાની બચાવ સેવાના પ્રવક્તા અહમજ ફૈજીએ જણાવ્યુ તે વાહન ખેબર પખ્તૂનખા પ્રાંતમાં માનસેહરા જિલ્લામાં સિરેન નદીમાં પડી હતી. આ ઘટના વળાંક પર વાહન ધીમુ કરવાની જગ્યાએ સ્પીડ વધારવાના કારણે બની હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317