દહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ કારમાં આગની ઘટના, ડૉક્ટર પતિ અને પત્નીનું કારમાં જ મોત..

930
Published on: 3:18 pm, Mon, 1 March 21
આગની કરુણ ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું
  • અરવલ્લીમાં કારમાં સળગી જતા દંપત્તિ થયું ભડથું
  • બાયડ-દહેગામ રોડ પરની ઘટના 
  • બાયડનું ડોક્ટર દંપત્તિ સળગી જતા મોત 
  • અકસ્માતથી ડીઝલ ટેન્ક લિક થતાં આગ લાગી: દરવાજા લોક થતાં દંપતી બહાર ન નીકળી શક્યું
  • પુત્રના ઘરે અમદાવાદ આવેલાં પતિ-પત્ની બાયડ મતદાન કરવા જઈ રહ્યાં હતાં

ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ કારમાં આગ હતી. કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં નાસભાગ મચી જવા પામી હતી. આગના કારણે કારમાં રહેલા બાયડનાં ડૉક્ટર દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તે આગમાં ભડથું થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી

અરવલ્લી ખાતે કારમાં આગની ઘટનામાં એક ડૉક્ટર અને તેમના પત્નીનું સળગી જવાથી મોત નિપજ્યું છે. બાયડ-દહેગામ રોડ પર આ દુઃખદ ઘટના સર્જાઈ છે. લિહોડા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં ભયંકર આગના કારણે સવાર પતિ-પત્નીનું નિધન થયું છે. મૃતક બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલમાં કાર્યરત ડૉ.મયુર શાહ હતા.

ગાંધીનગરના દહેગામ બાયડ રોડ બપોરના સમયે ટ્રક અને ક્રેટા કાર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી.આગની ક્રેટા કારમાં સવાર ડોક્ટર અને પત્નીનું મોત થયું છે. બાયડની વાત્સ્યલ્ય હોસ્પિટલના ડો. મયુર શાહ પત્ની સાથે આગમાં ભડથું થયા છે. આગની કરુણ ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Truck-car accident on Dahegam-Baid road, Baid doctor couple died in car |  દહેગામ-બાયડ રોડ પર ટ્રક અને કારનો ગંભીર અકસ્માત સર્જાયો, કારમાં સવાર બાયડના  ડોક્ટર દંપતીનું મોત ...

ટ્રક સાથે અકસ્માતની થોડી મિનિટમાં જ કારમાં ભયંકર આગ લાગી ગઈ હતી. તો લોકોમાં પણ દોડાદોડી થઈ ગઈ હતી. સ્થાનિકોએ આગને ઠારવાની કોશિશ કરી હતી. પણ કારમાં લાગેલી આગે મોટું સ્વરૂપ લઈ લીધું હતું. ફાયર બ્રિગેડ પણ પહોંચે તે પહેલા કારમાં સવાર દંપતી આગની ઝપટમાં આવી ગયા હતા. અકસ્માતની જાણ થતા પુત્ર પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

સળગતી કારને જોઈ વાહનચાલકોના શ્વાસ અધ્ધર
ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલ થી લીહોડા ગામ વચ્ચે આજે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

અકસ્માત થતા કારમાં આગ લાગી હતી. કારના દરવાજા ખુલી નહી શકતા હોવાને કારણે દંપત્તીનું કારમાં જ મોત થઇ ગયું હોવાની પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. ગાયનેક ડોક્ટર મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. અકસ્માતની જાણ થતા જ તેમનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ડોક્ટર દંપત્તીનાં મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317