ટ્રક ડ્રાયવરે બાઈક સવાર ને એવી ટક્કર મારી કે 400 ફૂટ ઘસડી ગયો : જાણો સમગ્ર ઘટના

698

ઉમરા ઓલપાડ
સુરત ગુજરાત

ઉમરા ગામ જે માત્ર મોટા વરાછા થી 8 કિલોમીટર ના અંતરે આવેલું છે. સરકાર દ્વારા ઉમરા ગામ ને એસ.એમ.સી માં પણ ભેળવી દેવાયું છે છતાં ઉમરા વાસીઓ ને પ્રાથમિક સુવિધાઓ નથી મળી, કચરા , સ્ટ્રીટ લાઈટ , રોડ , પાણી. આ બધી સેવાઓ મળવી જરૂરી છે પણ નથી મળી રહી..

ઉમરા ગામ પરથી હજીરા હાઇવે નીકળે છે જેથી મોટા મોટા ટ્રક મનફાવે તેમ ચાલતા હોય છે જેના કારણે આ રોડ પર અવારનવાર અકસ્માત થયા રાખે છે છતાં તંત્ર ના પેટ માં પાણી નથી હલતું. આજ રોજ પણ એક અકસ્માત ની એક ઘટના સામે આવી છે.

ઘટના જાણે એમ છે કે એક બાઈક સવાર જે રોજ ની જેમ દૂધ ભરેલી બાઈક લય ને દૂધ ની વહેંચણી માટે જતો હતો અચાનક પાછળ થી મહિન્દ્રા ટ્રક નં : GJ21 W 6615 જયમિન ટ્રાન્સપોર્ટ માલિકી ના ટ્રકે આ દૂધ વાહનચાલક ને પાછળ થી ટક્કર મારતા બાઈકસવાર ફાગવાઈ ગયો હતો જેથી નાની મોટી ઇજા થઇ હતી અને બાઈક ટ્રક નીચે ફસાઈ ગઈ હતી , છતાં ટ્રક ડ્રાઈવરે ટ્રક રોક્યો ન હતો અને ઘટનાસ્થળ થી 400 ફૂટ જેટલા અંતરે ઘસડી ગયો હતો અને ટ્રક મૂકી ડ્રાયવર ભાગી છૂટ્યો હતો.


બાઈક સવાર રબારી સમાજ નો હોવાનું સામે આવ્યું છે અને કામરેજ પાસે લસકાણા નો રહેવાસી હોવાનું પણ અનુમાન. વધુ તપાસ ઉમરા પોલીસ કરી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ