ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની અભિનેત્રીનું કોરોના વાયરસના કારણે નિધન,

4153
Published on: 2:57 pm, Mon, 7 December 20

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ

સોમવારે સવારે ટીવી ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ‘ગુલાબો’નું પાત્ર ભજવનાર દિવ્યા ભટનાગરનું કોરોનાથી મોત નીપજ્યું. થોડા દિવસ પહેલા કોરોના વાયરસનો શિકાર થયા હતા.

ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ની એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું આજે મુંબઈમાં નિધન થયું છે. છેલ્લા 11 દિવસથી તે ન્યૂમોનિયા, કોરોના વાઈરસ અને હાઈપરટેન્શનને કારણે હોસ્પિટલમાં એડમિટ હતી. દિવ્યાના ભાઈએ દેવાશીષ ભટનાગરે દિવ્ય ભાસ્કર સાથે આ વાતની પુષ્ટિ કરી છે.

દેવાશીષે કહ્યું, ‘થોડા દિવસ પહેલાં અમે દીદીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યાં હતાં. જોકે તેમની તબિયતમાં કોઈ સુધારો દેખાયો નહોતો. આજે સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમણે દુનિયાને અલવિદા કહ્યું. બીજાં પણ કારણ છે, યોગ્ય સમય આવશે ત્યારે એના વિશે વાતચીત કરીશ.

છેલ્લા કેટલાક દિવસથી વેન્ટીલેટર પર જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલ અભિનેત્રી દિવ્યા ભટનાગરનું નિધન થયું. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં તેમણે ગુલાબોનું પાત્ર ભજવ્યું હતું અને કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ ગોરેગાંવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરી હતી. જોકે તબિયત વધારે બગડતાં તેને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં શિફ્ટ કરી હતી. દિવ્ય છેલ્લા ઘણા મહિનાઓથી પર્સનલ લાઈફને લીધે ટેન્શનમાં હતી. તેના લગ્નજીવનમાં ઘણી તકલીફો હતી. દેવાશીષનું માનીએ તો દિવ્યાનો પતિ ગગન સારી વ્યક્તિ નથી અને તે કારણે જ દિવ્યાની સ્થિતિ ખરાબ થઇ.

થોડા દિવસ પહેલાં ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં દેવાશીષે કહ્યું હતું કે ‘ગગન અને તેનો પરિવાર મારાં દીદીને ટોર્ચર કરી રહ્યા છે. દિવ્યા ICUમાં છે તેમ છતાં તેને વિડિયો-કોલ કરી રહ્યા છે. તેઓ હાથે કરીને સતત કોલ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કોણ પોતાની પત્નીનો વિડિયો બનાવે? પૈસા અને ફેમ માટે તે આ બધું કરી રહ્યો છે. તે થોડાય રૂપિયા કમાતો ન હતો.

અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશ્યલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું અને દિવ્યાની મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે કોઈ સાથે ન હતું ત્યારે તું સાથે હતી. મને ખબર છે કે જિંદગીએ તારા પર ખૂબ અત્યાચાર કર્યા છે અને તું દર્દમાં હતી પણ હવે તું સારી જગ્યાએ છે જ્યાં દુઃખ દર્દ જેવું કશું જ હોતું નથી. ભગવાન તારી આત્માને શાંતિ આપે અને તું ખૂબ જલ્દી જતી રહી.

TV એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું નિધન, કોરોના અને નિમોનિયાએ લીધો જીવ

દિવ્યાના મિત્ર યુવરાજ રઘુવંશીએ પણ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે દિવ્યાનું નિધન સવારે 3 વાગ્યે થયું અને દિવ્યાને 7 હિલ્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી, રાત્ત્રે 2 વાગ્યે દિવ્યાને તબિયત અચાનક ખૂબ બગડી ગઈ અને 3 વાગ્યે તબીબોએ કહ્યું કે દિવ્યા હવે આ દુનિયામાં નથી રહી.

દિવ્યાની માતાએ વર્ણવ્યું હતું દિવ્યાના જીવનનું દુઃખ

નોંધનીય છે કે દિવ્યાની માતાએ દિવ્યાના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. દિવ્યાની માએ ગગનને ફ્રોડ ગણાવ્યો અને કહ્યું કે તે દિવ્યાને છોડીને જતી રહ્યો તેની તબિયત વિશે પણ ન પૂછ્યું.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ