અમદાવાદ આવતી બસને અકસ્માત નડતાં 17 મુસાફરોના કમકમાટી ભર્યાં મોત, ઘાયલો માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી..

2264
  • કાનપૂરથી અમદાવાદ આવી રહી હતી બસ
  • બસ સાથે લોડર ટકરતાં પલટી ખાધી, 17 ના મોત
  • ખાનગી બસ, લોડર અને ટેમ્પો વચ્ચે અકસ્માત

ઉત્તરપ્રદેશના કાનપુરના સચેન્ડીમાં મંગળવારે એક મોટી દુર્ઘટના ઘટી છે, જેમાં લગભગ 17 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર મળી રહ્યા છે. તો 30 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 16ની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે. તેમને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ પણ ઓછી પડી છે. ઈજાગ્રસ્તોને લોડરની મદદથી જ હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. હાલ અનેક લોકો દબાયા ગયા હોવાની માહિતી મળી રહી છે, જેને કાઢવાના પ્રયાસો થઈ રહ્યાં છે. દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.

મળતી જાણકારી જય અંબે ટ્રાવેલ્સની સ્લીપર બસ કાનપુરથી ગુજરાતના અમદાવાદ જઈ રહી હતી. જેમાં લગભગ 45 લોકો સવાર હતા. કાનપુરથી 10 કિલોમીટર દૂર જેવી બસ કિસાન નગર પહોંચી કે પાછળથી એક DCMએ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન સામેથી આવી રહેલા બીજા ટેમ્પ વચ્ચે બસ ફસાઈ ગઈ અને આ દુર્ઘટના ઘટી હતી. ટેમ્પોમાં સવાર તમામ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. આ ઉપરાંત બસમાં સવાર કેટલાંક લોકોના મોત નિપજ્યા છે.

કાનપુરમાં થયેલા ભીષણ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારના પરિજનોને પીએમ મોદી દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને બે-બે લાખ અને ઘાયલોને 50 હજાર આપવામાં આવશે. પીએમઓ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા રાષ્ટ્રીય આપત્તિ ફંડમાંથી સહાયની જાહેરાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે પણ અકસ્માતની ઘટના પર દુ: ખ વ્યક્ત કર્યું છે.

એકસાથે 7 મૃતદેહોને હોસ્પિટલ લઈને પહોંચ્યું લોડર

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે ઘાયલોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત લોડરમાં ભરીને અનેક મૃતદેહ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એક લોડરમાં 7-7 મૃતદેહ રાખીને હેલટ હોસ્પિટલ લઈ જવાયા. આવા કરુણ દૃશ્યો જોઈને દરેક લોકો હલમચી ગયા હતા. હેલટ હોસ્પિટલ દ્વારા અલર્ટ જાહેર કરાયું છે. ડોકટર્સ અને મેડિકલ સ્ટાફને ઘરેથી પરત બોલાવવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી 

કાનપુર અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે કાનપુરમાં માર્ગ અકસ્માત ખૂબ જ દુ:ખ છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

 મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યુ

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર ગંભીર દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી, સાથે અધિકારીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.

kanpur accident many killed in bus and tempo collision

CMએ મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

કાનપુરના સચેન્ડીમાં થયેલા માર્ગ અકસ્માતમાં CM યોગીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સંભવિત મદદ કરવાનું કહ્યું છે. મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317