સુરતમાં 50 રૂપિયાની ફાટેલી નોટ ન લેતાં કરિયાણાના દુકાનદારની બે યુવક દ્વારા હત્યા

1117
Published on: 3:49 pm, Tue, 5 January 21
સુરત ગુજરાત

સુરત શહેરના વરાછા વિસ્તારમાં બે યુવકો ફાટેલી નોટ લઈને કરિયાણાની દુકાન પર માલ સામાન લેવા માટે ગયા હતા. પરંતુ ફાટેલી નોટ હોવાના કારણે દુકાનદારે વસ્તુ આપવાની ના પાડી હતી. જેના કારણે બે યુવકોએ દુકાનદારને છરી મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપી ઝુબીર ઝાકિર શેખ અને શાહરૂખની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, મૃતકનું નામ અમરદીપ ગુપ્તા છે. અમરદીપ લાંબા હનુમાન રોડ પર રહેતો હતો અને વરાછા વિસ્તારમાં તેની સાઈડ શોપ છે.

વરાછાના પાટી ચાલમાં 28 વર્ષીય કરિયાણાના વેપારી પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર બે ભાઇઓની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 50ની ફાટેલી નોટ હોવાથી સોડા આપવાનો ઇન્કાર કરતા દુકાનદારની રવિવારે હત્યા કરવામાં આવી હતી. વરાછા લંબેહનુમાન રોડ સ્થિત આવેલી પાટીચાલમાં છેલ્લા ઘણા વર્ષથી અમરદીપ (ઉવ,28) કરિયાણાની દુકાન ચલાવે છે. તેની દુકાન પર આ જ વિસ્તારમાં રહેતો ઝુબેર રવિવારે સાંજે આવ્યો હતો. અને રૂ. 50ની ફાટેલી નોટ આપીને સોડા માંગી હતી.

મૃતકનાં પરિવારજનોનો આક્રોશ જોતાં પોલીસ તહેનાત.

જોકે, અમરદિપે સોડા આપવાનો ઇન્કાર કરી દેતા ઝુબેરે ઉધારમાં સોડા માંગી હતી. પરંતુ અમરદિપે ઉધાર આપવાની સ્પષ્ટ ના પાડી દેતા ઝુબેર શાકીર શેખ અને તેનો ભાઇ શાહરૂખ શાકીર શેખ ઉશ્કેરાય ગયા હતા. અને પોતાની પાસેનું ચપ્પુ કાઢીને અમરદીપ પર ઉપરા છાપરી ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. બનાવની જાણ થતા વરાછા પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ હત્યારા ભાઇઓને પકડી પાડ્યા હતા. સોમવારે મરનાર અમરદિપના સ્વજનોએ આરોપી સામે કડક કાર્યવાહી કરી ફાંસીની સજા અપાવવા માટેની માંગ કરી છે. લોકો મોટી સંખ્યામાં ભેગા થતા વરાછા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા
સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર પાટિચાલ આવેલી છે. 28 વર્ષીય અમરદીપ નામનો યુવાન કરિયાણાની દુકાન ચલાવતો હતો. ગતરોજ તે દુકાન પર હતો ત્યારે બે ઈસમ ત્યાં આવ્યા હતા અને 50 રૂપિયાની ફાટેલી નોટ આપી સોડા માગી હતી. જોકે નોટ ફાટેલી હોવાથી દુકાનદાર અમરદીપે સોડા આપી ન હતી, જેથી રોષે ભરાયેલા બંને ઈસમોએ ઝઘડો શરુ કર્યો હતો. ત્યાર બાદ અમરદીપને પેટ અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત દુકાનદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મૃતકનાં પરિવારજનો દ્વારા આરોપીઓને કડક સજાની માગ કરાઈ.

મૃતકનાં પરિવારજનોની આરોપીઓને ફાંસીની સજાની માગ
આ બનાવની જાણ થતાં વરાછા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અમરદીપના ભાઈની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા શાહરુખ શાકીર શેખ, જુબેર શાકીર શેખને ઝડપી પાડ્યા હતા. બીજી તરફ, મૃતક અમરદીપનાં પરિવારજનોએ આરોપીને કડક સજા થાય અને ફાંસી આપવામાં આવે એવી માગ કરી હતી.

રવિવારે રાત્રે લગભગ આઠ વાગ્યે જુબિર તેના મિત્ર શાહરૂખ સાથે પાછો આવ્યો હતો અને ફાટેલી નોટના મામલે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યુ હતું. તે દરમિયાન જુબિરા અને શાહરૂખે તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું અને જુબેરાએ તેને પેટ અને છાતીમાં છરી મારી હતી. અમરદીપને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. આ પછી રોષે ભરાયેલા પરિવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પરિવારની માંગ છે કે આરોપીઓને ફાંસી આપવામાં આવે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ