રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ, 5 દર્દીના મોત, 6 ઘાયલ,આગ નું કારણ શોર્ટસર્કિટ ?..

716
Published on: 8:54 am, Fri, 27 November 20

રાજકોટ ગુજરાત

ગુજરાતમાં વધુ એક હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ 33 પૈકી 11 દર્દીઓ ICU વોર્ડમાં હતા. જેમાંથી 5 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે 6 દર્દી ઈજાગ્રસ્ત થયા છે જેમાના એક દર્દીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

આગની આ કરૂણ ઘટનામાં મોતને ભેટેલા રસિકલાલ અગ્રાવતે એક લાખ, રામશીભાઇએ એક લાખ અને કેશુભાઇ અકબરીએ પણ એક લાખ રૂપિયા ડિપોઝિટ જમા કરાવી હોવાનો ઉલ્લેખ છે. આ ત્રણેય કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોના સામે જિંદગીનો જંગ જીતવા માટે લાખો રૂપિયાનો ખર્ચ ભલે થાય પણ ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવાનો નિર્ણય લીધો હતો.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICUમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 5ના મોત થયા છે. કેટલાક દર્દીઓતો પોતોના બેડમાંથી ઉભા પણ થઇ શક્યા ન હતાં અને બેડ સાથે જ ભડથું થઇ ગયા હતાં.

હોસ્પિટલમાં લાગેલી આગમા જેની બેદરકારી સામે આવશે તેની સામે કાનુની કાર્યવાહી હાથ ધરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ છે. ઘટનાની જાણ થતા જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આગને લઈને તપાસના આદેશ કર્યા છે. શિવાનદ હોસ્પિટલે ફાયર એનઓસી લીધુ હતુ કે કેમ તેની તરાસ કરાશે. સાથોસાથ હોસ્પિટલના એક્ઝિટ ગેટ બાબતે પણ તપાસ કરવા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. પોલીસે તપાસ અર્થે હોસ્પિટલનું સીસીટીવી ડીવીઆર કબજે લીધુ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ