ઓલપાડ ના ઉમરા ગામ માં ભાજપ દ્વારા પેજ પ્રમુખ ની ઉજવણી માં સોસિયલ ડિસ્ટન્સ ના ધજાગરા..

895
Published on: 9:03 am, Sun, 17 January 21
ઉમરા ગામ સુરત

ઓલપાડ માં આવેલ અને ટૂંક સમય પહેલા સુરત મહાનગર પાલિકા માં ભળેલ ઉમરા ગામ માં ગઈકાલે ભાજપ દ્વારા પેજ પ્રમુખ સમિતિ કાર્ડ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું , આ આયોજન માં ઓલપાડ ના ધારાસભ્ય મુકેશ પટેલે પણ હાજરી આપી હતી ,જ્યાં સોસિયલ ડિસ્ટન્સ ધજાગરા જોવા મળ્યાં હતાં. ધારા સભ્યો સહિત ભાજપ ના તમામ કાર્યકરોએ માસ્ક પહેર્યા ન હતા.

હાલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના નો હાહાકાર મચી રહ્યો છે એવામાં આવી સભાઓ યોજવી કેટલું વ્યાજબી કહેવાય ??

શું નિયમ ફક્ત આમ નાગરિકો માટે જ છે ??

લગ્ન સમારોહ માં જો 200 થી વધુ લોકો ભેગા કરીએ તો સુરત મહાનગર પાલિકા અને પોલીસ દ્વારા મસમોટા દંડ આપવામાં આવે છે, તો આ ભાજપ ના આ કાર્યક્રમ માં 500 થી વધુ લોકો ભેગા કરવામાં આવ્યા હતા જેમાં 50% ઉપર ના લોકોએ માસ્ક ન પહેર્યું હતું , તો શું પોલીસ આ લોકો ને દંડ આપશે ??

સુરત પોલીસ કમિશનર ના જાહેરનામા નો ભંગ

થોડાક દિવસ પહેલા સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં જાહેર રસ્તા પર 4 લોકો થી વધુ ભેગા થવાની મનાઈ કરવામાં આવી હતી., જાહેર સભા અને સરઘસ પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તો શું આ નિયમો ભાજપ સરકાર ને લાગુ નથી પડતા ???

સી.આર.પાટીલ દ્વારા હાલ ગુજરાત માં અનેક જગ્યાએ પેજ પ્રમુખ સમિતિ કાર્ડ વિતરણ સમારોહ ના કાર્યક્રમ યોજવમાં આવ્યા છે તો શું આ લોકો ને નિયમો નથી લાગુ પડતા, અહીં કોરોના નહિ ફેલાઈ??

ઉમરા ગામ માં હાલ કોરોના ના કેસો નહિવત જેવા છે પરંતુ આ કાર્યક્રમ બાદ જો કોરોના ના કેસો માં વધારો નોંધાય તો સંપૂર્ણ જવાબદારી ભાજપ સરકાર ની રહેશે : સ્થાનિકો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ