Home ગુજરાત સુરત આ વર્ષે વરાછાના ઉમિયા ધામમાં નવરાત્રિ નહીં થાય : કોરોનાને કારણે...

સુરત આ વર્ષે વરાછાના ઉમિયા ધામમાં નવરાત્રિ નહીં થાય : કોરોનાને કારણે સંસ્થાનો નિર્ણય

371
Published on: 4:38 pm, Tue, 13 October 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

આઠમના દિવસે યોજાનારી ઉમિયા માતાજીની આરતી સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ છે. આ વખતે કોરોના મહામારીના કારણે ઉમિયા ધામ ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટી મંડળની મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પ્રમુખ જશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મંદિર પ્રાંગણમાં માત્ર ચોવીસ બહેનો માથા પર ગરબા લઈને રમશે અને તે પણ સામાજિક અંતર જાળવીને. દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજિયાત રહેશે. માતાજીની મૂર્તિને કોઈ સ્પર્શ કરી શકશે નહીં.

તેમજ પ્રસાદીનું વિતરણ પણ નહીં થશે. પ્રવક્તા રાજુભાઈએ કહ્યું, હતું કે કેટલાક બહેનોએ ગરબાની બાધા રાખી હોય અને વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટે નહીં તે હેતુથી મંદિર આગળના ચોકમાં માત્ર અડધો કલાક માટે માથા પર ગરબા લઈને પારંપારિક રીતે બહેનો રમશે. દરરોજ આરતીમાં સામાજિક અંતર જાળવવામાં આવશે.

મોરબીમાં કોરોના કાળ વચ્ચે નવરાત્રીના મોટા આયોજન રદ કરાયા છે. મોરબીમાં છેલ્લા 10 વર્ષથી ઉજવાતો ઉમિયા નવરાત્રી મહોત્સવ યોજાશે નહી. કોરોનાના મહામારીને કારણે ગરબા રમોત્સવ રદ કરાયો છે. સાથે મોરબીમાં યોજાતા પાટીદાર નવરાત્રી, સંકલ્પ નવરાત્રી સહીત મોટા આયોજન આ વર્ષ મૌકૂફ રાખવામાં આવ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ