જીન્સ પહેરવાને લઈને ભત્રીજીનું મર્ડર, કાકાએ માર મારીને ભત્રીજીની કરી હત્યા, બ્રિજની રેલિંગમાં મૃતદેહ ફસાતાં થયો ઘટસ્ફોટ..

916
Published on: 2:49 pm, Fri, 23 July 21
• બ્રિજની રેલિંગમાં મૃતદેહ ફસાતાં થયો ઘટસ્ફોટ

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં કિશોરીની હત્યામાં મોટો ખુલાસો થયો હતો. હત્યા પાછાળ કિશોરીના પહેરવેશ પ્રત્યે તેના કાકાની નારાજગી સામે આવી છે. ભત્રીજીનું જીન્સ પહેરવું કાકાને પસંદ નહતું. આરોપીએ જ્યારે ભત્રીજીની વાત માની નહીં તો કાકાએ તેની ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ નદીમાં લાશ ફેંકતા સમયે યુવતીનો પગ રેલિંગમાં ફસાયો હતો. જેના કારણે યુવતીની લાશ નદીમાં પડવાના બદલે લટકતી રહી હતી. આ જોઈને કાકો ત્યાંથી ભાગી ગયો હતો. કિશોરીની માતાની સુયનાના આધારે કાકા અરવિંદ અને બાબા પરમહંસની ધરપકડ કરવામાં આવી હતી.

આ જોઈને આરોપી કાકા અને પિતા ગભરાઈ ગયા અને ઉતાવળમાં જ લાશને એમને એમ લટકેલી છોડીને ભાગી ગયા. યુવતીની માતાની ફરિયાદના આધારે પોલીસે કાકા અરવિંદ અને પિતા પરમહંસની ધરપકડ કરી છે. કેસમાં 10 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના રામપુરકારખાના પોલીસ સ્ટેશન અંતર્ગત ગંડક નદી ઉપર બનેલા પુર ઉપર ગત 20 જુલાઈએ એક કિશોરીની લાશ લટકતી મળી હતી. આ અંગે દેવરિયા પોલીસે તપાસ હાથધરી તો મૃતક કિશોરની ઓળખ મહુવાડીહ પોલીસ સ્ટેશન વિસ્તારના સવરેજી ખરગ ગાંમના રૂપમાં થઈ હતી. મૃતક યુવતીની માતાએ 10 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી.

UP teenage girl thrashed, killed over insistence to wear jeans | EastMojo

આ મામલો બે દિવસ જૂનો છે. પોલીસે હત્યાનો ઘટસ્ફોટ ગુરુવારે કર્યો. મહુઆડીહ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા સંવરેજી ખર્ગમાં રહેતા અમરનાથ પાસવાન પંજાબના લુધિયાણામાં નોકરી કરે છે. માતા શકુંતલા દેવીએ જણાવ્યું હતું કે 16 વર્ષની દીકરી નેહા થોડા દિવસ પહેલાં જ લુધિયાણાથી ગામડે આવી હતી. તે શહેરની જેમ અહીં પણ જીન્સ પહેરતી હતી.

જેમાં મૃતક કિશોરીના દાદા, દાદી, બે કાકા, બે કાકી, અને ગામના અન્ય ચાર સહયોગી સામેલ હતા. આરોપ છે કે ગત 19 જુલાઈએ કિશોરીએ વ્રત કર્યું હતું. બપોરે પૂજા કર્યા બાદ નવા કપડા પહેર્યા હતા. તેણે જીન્સ પહેર્યું હતું.જેને લઈને બાબાએ વાંધો ઉઠાવ્યો હતો કિશોરી બાબા સાથે લડવા લાગી હતી. તો કાકાઅને કાકીએ કિશોરીને ઢોર માર માર્યો હતો. જોકે કિશોરી બેભાન થઈ ગઈ ત્યારે ગામના ચાર સહયોગીની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે લઈ જવાતી હતી. જોકે, રસ્તામાં જ કિશોરીનું મોત થયું હતું.

UP Girl Murdered For Wearing Jeans: Grandfather Arrested, Uncles Still On  The Run

માતાએ કહ્યું હતું કે દીકરીના મોત પછી લાશને લઈને દેવરિયા કસયા રોડ પર પટનવા પુલ પહોંચ્યા હતા. તેમણે લાશને જૂના પુલ પરથી નદીમાં ફેંકવાનો પ્રયાસ કર્યો. નેહાનો પગ પુલની રેલિંગમાં ફસાય જતાં તેની લાશ લટકી ગઈ હતી. એનાથી તેઓ ગભરાઈને ભાગી ગયા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317