બાઇક સવારને બચાવવાના ચક્કરમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી, પતિ-પત્ની અને બે બાળકો સહિત 6ના મોત

3283
Published on: 2:54 pm, Sat, 26 June 21

દિકરાનો જન્મ દિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યો હતો પરિવાર

ઓવરસ્પીડના કારણે એક્સિડન્ટ થયો

ઉત્તરપ્રદેશના બલરામપુરમાં શુક્રવારે એક રોડ એક્સિડન્ટમાં કાર ચાલક સહિત 6 લોકોના મોત થયા છે. તેમાંથી એક જ પરિવારના 5 સભ્યો હતા. મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો જન્મદિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યા હતા. ઘટના મહારાજગંજ તરાઈના લૌકહવ ગામ પાસે થઈ હતી. મૃતકોમાં 3 બાળકો, 2 પુરુષ અને 1 મહિલા છે.

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં નેશનલ હાઇવ પર એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. એક બાઇક સવારને બચાવવાના ચક્કરમાં કાર પાણી ભરેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. મહારાજગંજ તરાઇ થાના ક્ષેત્રના શીવા નગર પાસે આ અકસ્માત થયો છે.

બાઇક સવારને બચાવવાના ચક્કરમાં કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી, 6 લોકોના મોત

ઓવરસ્પીડના કારણે એક્સિડન્ટ થયો
એક્સિડન્ટનું કારણ કાર અને સામેથી આવતી ઓવરસ્પીડમાં આવતી એક બાઈક છે. અચાનક સામે આવેલી બાઈકને બચાવવામાં કાર અનિયંત્રિત થઈને રોડ કિનારે ભરાયેલા પાણીના એક ખાડામાં પડી ગઈ હતી. ખાડામાં પાણી એટલું વધારે હતું કે આખી કાર એમાં સમાઈ ગઈ. ડૂબવાના કારણે કાર સવાર સહિત 6 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. બાઈક ચાલકની સ્થિતિ પણ ગંભીર છે. તેને ગોંડા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

ગ્રામીઓએ જણાવ્યું કે બાઇક સવારને બચાવવા દરમિયાન કાર અનિયંત્રિત થઇ ગઈ હતી અને રસ્તાના કિનારે પાણીથી ભરેલા ખાડામાં ખાબકી હતી. ખાડામાં પાણી એટલું વધારે હતું કે આખી કાર એમાં સમાઈ ગઈ હતી. ગામના લોકોએ ઘટના પછી તરત બધા લોકોને પાણીથી બહાર કાઢ્યા હતા. પોલીસને સૂચના આપવામાં આવી હતી. જોકે કોઈના જીવ બચી શક્યા નથી. બાઈક ચાલકની સ્થિતિ પણ ગંભીર છે. તેને ગોંડા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું કે, ધટનામાં કૃષ્ણ કુમાર સિંહ (39), તેમની પત્ની (36), દિકરો ઉત્કર્ષ (10) અને દીકરી મિલી (12) અને 18 વર્ષની પિતરાઈ બહેન સૌમ્યાનું મોત થયું છે. તે ઉપરાંત કાર ચલાવનાર ડ્રાઈવર 45 વર્ષના શત્રુઘ્નનું પણ મોત થયું છે. ર્દુઘટનામાં ઘાયલ બાઈક સવાર મુશર્રફને સારવાર માટે જિલ્લા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવાર ગોંડા જિલ્લાના પૂરેમનિયાય મનહના ગામમાં રહેતા હતા.

મૃતકોમાં પતિ-પત્ની અને બે બાળકો સહિત એક પિતરાઈ બહેન અને એક ડ્રાઈવર છે. ગોંડા જિલ્લામાં રહેતો આ પરિવાર દિકરાનો જન્મદિવસ ઉજવવા દેવીપાટન જઈ રહ્યા હતા. મૃતકોમાં 3 બાળકો, 2 પુરુષ અને 1 મહિલા છે. એક જ પરિવારના 5 સભ્યો હતા.

સાક્ષી અબ્દુલે જણાવ્યું કે, જે બાઈકને બચાવવામાં કાર પલટી ખાઈ ગઈ તે બાઈકની પાછળ જ હુ ચાલી રહ્યો હતો. ગાડી ખાડામાં પડતાં જ હું ત્યાં પહોંચ્યો હતો. આ જે નવો રસ્તો બન્યો છે તે જમીન કરતાં 6 ફૂટ ઉંચો છે. તે ઉપરાંત રોડની આજુ બાજુ મોટા ખાડા છે અને તેમાં પાણી ભરાઈ ગયું છે. તેના કારણે કાર તેમા ડૂબવા લાગી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317