માતાના ચરણોમાં દીકરાનું મોત : માતા એકલી ઇ-રિક્ષામાં દીકરાનો મૃતદેહ લઈ ભટકતી રહી સારવાર ન મળતા દીકરાનું મોત..

998
  • ઉત્તર પ્રદેશના વારાણસીની તસવીર સોશ્યલ મીડિયામાં થઈ વાયરલ 
  • સારવારના અભાવમાં યુવકનું થયું મોત 
  • ઍમ્બ્યુલન્સ ના મળતા જવાન જોધ દીકરાના મૃતદેહને રિક્ષામાં લઈ જવા મજબૂર મા
  • કોરોનાને લીધે ગત લોકડાઉનમાં ઘરે પરત ફર્યો હતો, બીજી લહેરમાં જીવ ગુમાવ્યો
  • રિક્ષામાં દીકરાને લઇ દિવસભર દોડી, પણ સારવાર ન મળી

દેશ કોરોનાનો સામનો કરી રહ્યો છે. આ મુશ્કેલ ઘડીમાં માનવતાને હચમચાવી નાખે એવી એક ઘટના સામે આવી છે. આ વાત ઉત્તરપ્રદેશના જૌનપુરના વિનીત સિંહની છે. ઈ-રિક્ષામાં વિનીતના મૃતદેહને સંભાળી રહેલી એ માતાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.

જૌનપુરના મડિયાહૂ નિવાસી વિનય સિંહનો ભત્રીજો મુંબઈમાં કામ કરતો હતો. ડિસેમ્બરમાં એક લગ્નમાં સામેલ થયા પછી તે ગામ આવ્યો હતો. આ દરમિયાન તેની તબિયત ખરાબ થઇ ગઇ. જૌનપુરના એક ડૉક્ટરે કિડનીમાં તકલીફ બાબતે જણાવ્યું. તે ડિસેમ્બરથી સતત 5 વાર સારવાર માટે BHU હોસ્પિટલ આવી ચુક્યો હતો, પણ કોઇ ડૉક્ટરે તેની તપાસ કરી નહીં. સોમવારે તબિયત વધુ ખરાબ થઇ તો માતા ચંદ્રકલા સારવાર માટે તેને વારાણસી લઇને આવી.

દીકરાની સારવાર માટે માતાએ તમામ પ્રયત્ન કર્યાં

ઇ-રિક્ષામાં બેઠેલાં વિનીતનાં માતા. - Divya Bhaskar

વિનીત સાથે શું થયું હતું, આ અંગે તેના તેના મોટા ભાઈ ધર્મેન્દ્રએ મુંબઈથી ફોન પર માહિતી આપી. તે કહે છે કે અમે જૌનપુરના મડિયાહુમાં શીતલગંજમાં રહીએ છીએ. પરિવારમાં વૃદ્ધ માટા ચંદ્રકલા પણ છે. અમે ચાર ભાઈ હતા, બીજા નંબરનો ભાઈ સંદીપ હતો. તે બે વર્ષ અગાઉ બીમારીને લીધે મૃત્યુ પામ્યો હતો. બહેનના લગ્ન થઈ ચૂક્યા છે. ચોથા નંબરે વિનીત હતો. સૌથી નાનો ભાઈ સુમિત છે, જે મુંબઈમાં જોબ કરે છે.

હૃદય ચીરી નાંખે તેવી ઘટના 

કોરોના વાયરસ મહામારીના કારણે દેશ કપરી પરિસ્થિતિથી પસાર થઈ રહી રહ્યો છે. દેશમાં જુદા જુદા રાજ્યની પરિસ્થિતિ અત્યંત ભયંકર છે અને લોકો સારવાર માટે વલખાં મારી રહ્યા છે ત્યારે પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીથી એવી તસવીર સામે આવી છે જે હૃદય ચીરી નાંખે તેવી છે.

યુવાન દીકરાના શબને રિક્ષામાં લઈ જવા માટે મજબૂર મા  

આ માની તસવીર લોકોને હચમચાવી મૂકે તેવી છે અને સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે તસવીર તમને વિચલિત કરી શકે છે. માતાની એ તસવીર વારાણસીના બેકાર તંત્રનું વરવું દ્રશ્ય રજૂ કરે છે. વારાણસીની હોસ્પિટલમાં વૃદ્ધ માતા પોતાના દીકરાને લઈને હોસ્પિટલ પહોંચી પરંતુ સારવાર થઈ ન શકી અને દીકરાની મોત થઈ ગઈ. મોત બાદ પણ એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ ન શકી અને વૃદ્ધ માતાએ પોતાના વ્હાલસોયા દીકરાને રિક્ષામાં પોતાના પગ પાસે મૂકીને લઈ જવો પડ્યો.

See the source image

ઘરેથી દાખલ કરાવવા નીકળી હતી માતા, પણ દીકરાના મૃતદેહ સાથે પરત ફરી

વિનીતને લાંબા સમયથી કિડનીની બીમારી હતી. મે, 2020માં જ્યારે લોકડાઉન થયું તો તે મુંબઈની પ્રાઈવેટ જોબ છોડીને માતા પાસે ગામડે જતો રહ્યો હતો. ત્યારથી બન્ને ગામડે જ રહેતાં હતાં. સોમવારે તેની સ્થિતિ બગડી હતી. માતાએ ગામના લોકોની મદદ માગી અને વિનીતને કારથી BHU લઈ જવામાં આવ્યો. માતાને આ અંગે જાણકારી ન હતી માટે તે સતત જ્યાં-ત્યાં ભટકતી રહી.

BHU ના ડૉક્ટરોએ કોરોનાના કારણે તેની તપાસ કરી નહીં. ત્યાર પછી માતા દીકરાને લઇ એક પ્રાઈવેટ હોસ્પિટલ પહોંચી. ત્યાં પણ તેને દાખલ કરવામાં આવ્યો નહીં. માતા આખો દિવસ ઈ-રિક્ષામાં વારાણસીની હોસ્પિટલોના ચક્કર લગાવતી રહી. પણ સારવાર મળી નહીં. અંતે દીકરાએ ઈ-રિક્ષામાં જ માતાના ચરણોમાં પ્રાણ ત્યાગી દીધા. યુવક 4 ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરે હતો. માતાએ જેમ તેમ પોતાને સંભાળી રાખી હતી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317