સોસાયટી પ્રમુખોનો આક્રોશ : ઉત્તરાયણમાં ગાઇડલાઇન્સનો ફિરકો પકડીને અમે થોડા ફર્યા કરીશું, અમારે પણ પરિવાર છે

1003
Published on: 7:18 pm, Sat, 9 January 21

ગુજરાત

ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગે ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં મકાન-ફ્લેટ કે સોસાયટીના મેદાનમાં કે ધાબા પર સ્થાનિક રહીશ સિવાયને કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવી છે, જ્યારે આ નિયમના ભંગ બદલ જે-તે સોસાયટીના પ્રમુખ કે અધિકૃત વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ નિર્ણય સામે વડોદરાનાં નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સોસાયટીઓના પ્રમુખોનું કહેવું છે કે તેઓ ચોકીદાર નથી કે દરેક ઘરમાં કોના કાકા-મામા આવ્યા એ જોવા જઈએ. માર્ગદર્શિકામાં આ ઉપરાંત પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉત્તરાયણ મનાવવાનું જણાવ્યું છે. શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ગુહ વિભાગની ગાઇડલાઇન્સ મુજબ કાર્યવાહી કરાશે.

પ્રજાને જ બધી ગાઇડલાઇન્સ લાગુ પડે? : લોકો 
નેતાઓને નહીં, પ્રજાને જ ગાઈડલાઈન્સ લાગુ પડે છે. મારે પણ પરિવાર છે. હું ચોકીદાર થોડો છું કે બધે નજર રાખું કે સોસાયટીમાં કોણ આવ્યું. – જિગ્નેશ પટેલ, પ્રમુખ, નિરાંત રેસિડેન્સી,ગુરુકુલ સર્કલ

Dabgarwad – CityTadka

પોળમાં વિદેશથી આવતા લોકો નહીં આવે : સરકાર 
અમદાવાદી પોળમાં 500 લોકો બહારથી ઉત્તરાયણ કરવા આવે છે, જેમાં ન્યૂજર્સીના મેયર પણ સામેલ છે. આ વર્ષે બહારથી કોઈ પોળમાં નહીં આવે. – સચિન પટેલ, પ્રમુખ, અમદાવાદી પોળ

92 ફલેટ છે, બધે કયાં જોવા જવાનું : પ્રમુખો 
સ્કીમમાં 92 ફ્લેટ છે. હું ઉત્તરાયણમાં કોઈના કાકા-મામા આવ્યા એ તપાસ કરવા થોડો જઈ શકું છું. સરકાર પણ તઘલખી નિર્ણયો લે છે. – અલ્કેશ પટેલ, પ્રમુખ, દેવમ એવન્યુ,વાઘોડિયા રિંગ રોડ

જાહેરનામા મુજબ પાલન કરાવાશે
ઉત્તરાયણમાં મુખ્ય પતંગબજાર સહિત અન્ય વિસ્તારોમાં રુટિન બંદોબસ્ત ગોઠવાશે. શહેર પોલીસ કમિશનરનું જે જાહેરનામું હશે એનું પાલન કરાવાશે. – એસ.જી. પાટીલ, એસીપી

સપ્તાહ પહેલાં 60 ટકા પતંગોની ખરીદી થઈ : સર્વે 
સામાન્ય રીતે ઉત્તરાયણના અઠવાડિયા પૂર્વે માંડ 20-30 ટકા જેટલી પતંગોનું વેચાણ થતું હોય છે, જ્યારે ચાલુ વર્ષે ઉત્તરાયણના એક અઠવાડિયા પહેલેથી જ 60 ટકા સુધી ખરીદી થઈ ગઈ છે. ગેંડીગેટ પતંગ બજાર એસોસિયેશનના પ્રમુખ ઈકબાલ સૈયદે જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ઉત્તરાયણના અઠવાડિયા પહેલાં જ 60 ટકા ઘરાકી ખૂલી છે.ઈકબાલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 25 ટકા માલ ઓછો બનાવાયો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ