ઉત્તરાખંડ : ગ્લેશિયર તૂટવાથી અત્યાર સુધીમાં 10 લોકોના મૃતદેહ મળ્યાં,155 ગુમ, 14 શબ મળ્યા..

1335
Published on: 4:23 pm, Mon, 8 February 21
ઉત્તરાખંડમાં ગ્લેશિયર
  • ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટ્યા બાદ જળપ્રલય જેવી સ્થિતિ
  • ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગા નદીમાં જળપ્રલય
  • નદીમાં આવેલા જળપ્રલય બાદ 155 લોકો હજુ પણ ગૂમ

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમખંડ ટૂટવાના કારણે નદીઓમાં પૂર આવવાના કારણે ક્ષતિગ્રસ્ત એનટીપીસીના નિર્માણાધીન 480 મેગાવોટ તપોવન -વિષ્ણુગાડ પનબિજલી પરિયોજનાની એક સુરંગમાં હજી 170થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે અત્યાર સુધી 16 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાત લોકોની લાશો મળી આવી છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપદામાં જીવ ગુમાવનારા પરિવારના લોકોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત સીએમ રાવતે કહ્યું કે અમારી સેનાના લોકો પહોંચી ગયા છે. એનડીઆરએફની એક ટીમ દિલ્હીથી પહોંચી છે. મેડિકલ સુવિધાની દ્રષ્ટીથી ત્યાંથી સેના, પેરામિલિટ્રી ફોર્સેઝ અને અમારા રાજ્યના ડોક્ટ્ર કેમ્પ કરેલા છે. જ્યારે અમે ત્યાંનું હવાઈ સર્વે કર્યો છે. ત્યારબાદ રેણી ગાંવ જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી રોડથી જઈને નિરિક્ષણ કર્યું છે. એટલા માટે પહેલા રાવતે જણાવ્યું કે આઈટીબીપીના જવના દોરડાથી સુરંગની અંદર જઈને 150 મિટર સુધી પહોંચ્યા છે. જોકે, આ સુરંગ લગભગ 250 મિટર લાંબી છે.

જે સમયે પૂર જોવા મળ્યું ત્યારે નદીમાં બની રહેલા ડેમની વચ્ચેવચ મજૂર કામ કરી રહ્યા હતા.

‘જે સમયે પૂર જોવા મળ્યું ત્યારે નદીમાં બની રહેલા ડેમની વચ્ચેવચ મજૂર કામ કરી રહ્યા હતા. ગામના લોકોએ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું. ગામના અમુક પરિવારોના ખેતર નદી કાંઠે છે. તે લોકો તેમનાં ખેતરોમાં જ હતા,’ આ વાત જણાવતા ગામના પ્રધાન શોભા રાણા ઘેરા શોકમાં જોવા મળ્યા હતા.

ગામના લોકોએ ઊંચાઈ પર જઈને બૂમો પાડી
ગામના લોકોના જણાવ્યા પ્રમાણે, રવિવારે સવારે સાડા 10 વાગ્યે ગ્લેશિયર તૂટ્યો. વહેણને સૌથી પહેલા પેન્ગ મુરંડા ગામના લોકોએ જોયું. તે આસપાસના ગામના લોકોને સતર્ક કરવા માટે ઊંચાઈવાળા સ્થળે જઈને બૂમાબૂમ કરવા લાગ્યા, પણ વહેણની ગતિ તેમના અવાજ કરતાં વધુ હતી.

લોકો આસપાસના ગામના લોકોને સતર્ક કરવા માટે ઊંચાઈવાળા સ્થળે જઈને બૂમાબૂમ કરવા લાગ્યા, પણ વહેણની ગતિ તેમના અવાજ કરતાં વધુ હતી.

મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે 13 મેગાવોટના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં 35 લોકો કામ કરતા હતા જે તમામ લાપતા છે. આ ઉપરાંત ઉત્તરાખંડ પોલીસના બે જવાનો પણ લાપતા છે. તપોવન પાવર પ્રોજેક્ટમાં 176 શ્રમિક કામ કરી રહ્યા હતા. આ ક્ષેત્રમાં એક મોટા અને ચાર નાના પુલોને નુકસાન પહોંચ્યું છે. પોતાના 180 ઘેટાં-બકરા સાથે પાંચ સ્થાનિક ગોવાળો પણ પુરમાં તણાઈ ગયા છે. અમે માની રહ્યા છીએ કે લગભગ 125 લોકો ગાયબ છે. આ સંખ્યા વધી શકે છે.

લગભગ થોડીક મિનિટમાં બધું સમાપ્ત થઈ ગયું
સ્થાનિક રહેવાસી ભગવાન સિંહ રાણાએ જણાવ્યું હતું કે અમે લોકોના જીવ બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ અમુક મિનિટમાં બધુ સમાપ્ત થઈ ગયું. નદીકિનારે બનેલા શિવાલય અને આરાધ્ય કાલી મંદિર પણ વહેણમાં વહી ગયાં.

રૈણી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ.

પૂરમાં 5 ઝૂલા પુલ અને રૈણી ગામનો પુલ તબાહ
રવિવારે આવેલા પૂરમાં 5 ઝૂલા પુલ સહિત મલારી બોર્ડર હાઈવે પર બનેલો રૈણી ગામનો મુખ્ય પુલ પણ વહી ગયો. રૈણીમાં 13.2 મેગાવોટનો ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ પણ પૂરી રીતે કાટમાળમાં દબાઈ ગયો હતો. આ પ્રોજેક્ટની ટનલ, સ્ટાફ ક્વાર્ટર અને મશીનો પૂરમાં તણાઈ ગયાં.

ઋષિ્ગંગા પ્રોજેક્ટને થયું ભારે નુકસાન

આ જળપ્રલયથી નદી પર બનાવાયેલા 13 મેગાવોટના ઋષિગંગા જળ વિદ્યુત પરિયોજના સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. જ્યારે NTPCની તપોવનમાં 500 મેગાવોટની નિર્માણાધીન તપોવણ-વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજનાને પણ ભારે નુકસાન થયું છે. બન્ને પરિયોજનામાં કામ કરતા 155થી વધુ શ્રમિક અને સ્થાનિક લોકો ગુમ થયાની આશંકા છે.

ઉત્તરાખંડ જળપ્રલય- આખી રાત ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન, હજુ પણ 150 લોકો ગુમ, 14 શબ મળ્યા

10 લોકના મૃતદેહ મળ્યાં

અત્યાર સુધી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. જ્યારે સુરંગમાંથી 16 કર્મચારી સહિત 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.  કુદરતી હોનારતની જાણ થતાં જ ITBP, BRO, NDRF અને SDRFની ટીમને બચાવવામાં જોતરાઈ છે. નૌસેના પણ શોધખોળમાં જોતરાઈ છે.. કુદરતી હોનારતથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.

Image result for modi uttarakhand

પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

ચમોલીમાં આવેલી આપદા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ગંભીર રૂપથી ઘાયલ લોકોને 50 હજાર રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

કુલ 200 લોકો છે લાપતા

ઉત્તરાખંડ પોલીસના જણાવ્યાં અનુસાર ગઇકાલે ઘટેલી કુદરતી આફત સામે ઘણી ખરી હદ સુધી સફળતા મળી ગઇ છે. અંદાજે 202 લાપતા લોકોમાંથી સતત લોકો રિપોર્ટ કરી રહ્યાં છે, તપોવનના નાના ટનલથી રેસ્કયૂ કરી 12 લોકોને સહી સલામત બચાવામાં આવ્યાં છે, બીજી ટનલના ધારાશાયી ભાગને દૂર કરવામાં આવી રહ્યો છે.

ભારતીય વાયુસેના પણ બચાવ કાર્યવાહીમાં જોડાયું

ભારતીય વાયુસેના પણ હાલ બચાવ કાર્યવાહીમાં જોડાયું છે. વાયુસેના દ્વારા દહેરાદુન થી જોશીમઢ સુધી બચાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટવાનો મામલે રાહત કાર્યમાં જોડાયાં છે. સંપર્ક વિહાણા ગામડાઓમાં રાશન પહોંચાડવામાં આવશે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317