ગુજરાત : વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત : નીતિન પટેલની જાહેરાત

856
Published on: 7:28 pm, Thu, 22 July 21
  • વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત
  • રાજ્યમાં બુધવારે મમતા દિવસ પર વેક્સિનેશન બંધ રખાય છે
  • વેપારીઓને રવિવારે વેક્સિન અપાશે 
  • રાજ્યમાં અત્યારસુધીમાં 3.1 કરોડ લોકોને વેક્સિન અપાઈ
  • રાજયભરમાં અત્યાર સુધી ૩.૧ કરોડથી વધુ નાગરિકોનુ વેકિસનેશન

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેકસિનેશન ને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમા ૩.૧ કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામા આવે છે. આગામી તા.૨૬ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરાયુ છે તો સૌ વેપારીઓ-કર્મચારીઓને મહત્તમ લાભ લેવા અપીલ છે.

Covid vaccine: Over 10,000 healthcare workers inoculated in Gujarat on  first day

ગઈ કાલે અને આજે કેબિનેટમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા થઇ એ પ્રમાણે ગુજરાત સરકાર પાસે પંદર લાખ કરતાં વધુ જથ્થો પ્રાપ્ય છે. દરરોજના અઢી લાખ જેટલો નવો જથ્થો આવી જાય છે. તેથી વેપારીઓ માટે ગૃહ વિભાગ તરફથી જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, 31 જુલાઇ સુધીમાં વેક્સિન વેપારીઓએ મેળવી લેવાની રહેશે. આજે કેબિનેટમાં ખાસ કિસ્સા તરીકે નિર્ણય કર્યો છે કે, રવિવારે વેપારીઓ અને કર્મચારીઓએ 31 તારીખ પહેલાં વેક્સિન લેવાની રહેશે. માર્કેટયાર્ડ, દુકાનો, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર સહિતના વેપારીઓને અને કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. તમામ વાણિજ્ય હેતુથી ચાલતા વેપાર ધંધાનો સમાવેશ કરાયો છે. રમત-ગમતમાં ભાગ લેનારા ખેલાડીઓ, સિનેમા ગૃહો, હોટલ, સ્વીમિંગ પુલમાં કામ કરતા કર્મચારીઓને, ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય હેતુ કાર્યરત છે તેવા તમામને વેક્સિનેશન મેળવવું જરૂરી છે. આ રવિવારે આ વર્ગના કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. 1800 સેન્ટરો ઉપર વેક્સિન આપવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનું સંકમણ ઘટ્યું છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25થી નીચે કેસો નોંધાય છે. રાજ્યમાં નાગરિકોના સહયોગથી સંક્રમણ રોકવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ નાગરિકો આવો સહયોગ કાયમ રાખે તો ગુજરાતને ચોક્કસ કોરોના મુક્ત બનાવીશું.

Gujarat: 6 villages show the way, more than 99 per cent get first dose of  vaccine | Cities News,The Indian Express

તેમણે ઉમેર્યુ કે, વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર  તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સીન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.

સરકારની SOP મુજબ વેક્સિન નહીં લેનારા વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ રાજ્યમાં સતત ધીમું વેક્સિનેશન થતું હોવાથી વેપારીઓને વેક્સિન લેવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. એક તરફ સરકારની ગાઈડલાઇન્સને અનુસરવાનું અને બીજી તરફ વેક્સિનેશન સપ્તાહમાં બે દિવસ બંધ હોવાથી રસી નથી મળતી, જેને લઈને વેપારી એસોસિયેશને સરકારને અપીલ કરીને ફરજિયાત રસીકરણની સમયમર્યાદામાં વધારો કરી 31 જુલાઈ કરવાની માગણી કરી હતી.

IIIT Delhi Students Develop Telegram Bot to Notify Vaccine Slots

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317