મહિલાનો વીડિયો ‘ઇન્જેક્શન મને અસર નહીં કરે, આલ્કોહોલ ફાયદો કરશે, દારૂનાં ઠેકા બહાર લોકોની લાગી લાંબી લાઈન..

1793
Published on: 6:10 pm, Mon, 19 April 21
  • દિલ્હીમાં 6 દિવસનું જાહેર થયું લોકડાઉન
  • દારુ ખરીદવા લોકોઓ લગાવી દીધી મોટી મોટી લાઈનો
  • મહિલાઓએ પણ દારુ ખરીદવા પડાપડી કરી 

દિલ્હીમાં લોકડાઉનની ઘોષણા થતાં જ લોકોએ દારૂની દુકાનો બહાર લાંબી લાઈન લગાવવાની શરૂ કરી દીધુ છે. દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે, એક જાહેરાત થતા લોકોએ દારૂની દુકાનો પર ભારે ભીડ ઉભી કરી દીધી. લોકો એક-એક પેટી દારૂ અને બીયરની બોટલો ખરીદી રહ્યા છે.

દિલ્હીમાં જેવી મુખ્યમંત્રી કેજરીવાલે 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરી કે તરત જ લોકો દારુ લેવા દોડવા લાગ્યાં હતા. દારુની દુકાનોની બહાર મોટી મોટી લાઈનો જોવા મળી હતી. કેટલીક દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડ્યાં હતા. ગત વર્ષે લોકડાઉન દરમિયાન જે સ્થિતિ જોવા મળી હતી બરાબર તેવી જ સ્થિતિ આ વખતે પણ જોવા મળી હતી.

દિલ્હીમાં આ પહેલા રાજ્ય સરકારે વીકેન્ડ લોકડાઉનનું એલાન કર્યુ હતુ, જે શુક્રવારે સાંજથી સોમવાર સવાર સુધી લાગુ હતુ. પરંતુ હવે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક અઠવાડિયાનાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. લોકડાઉન 19 એપ્રિલ સોમવારે રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને જ છૂટ મળશે. વળી, ફક્ત તબીબી, ફળો, શાકભાજી, દૂધની ડેરી અથવા કરિયાણાની વસ્તુઓથી સંબંધિત દુકાનો ખોલવામાં આવશે. આ જ કારણ છે કે દિલ્હીનાં ઘણા બજારોમાં ડરનાં કારણે લોકોની ભારે ભીડે ખરીદી શરૂ કરી દીધી છે.

શરાબીઓને કોરોનાથી કોઈ અસર નહીં થાય-મહિલા 

મહિલાએ કહ્યું કે શરાબીઓને કોરોનાથી કોઈ અસર નહીં થાય. પરંતુ પેગથી થશે. હું છેલ્લા 35 વર્ષથી શરાબ પીઉ છું. હું દરરોજ એક પેગ લઉ છું. દિલ્હીમાં લોકડાઉન દરમિયાન શરાબની દુકાનો ખુલવી જોઈએ. ઠેકા ખુલ્લા રાખવાથી લોકો ડોક્ટર પાસે જતા બચી જશે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317