વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત :૧૦ ના કમકમાટીભર્યા મોત : પાવાગઢ દર્શન કરવા જતા યાત્રીઓના કરુણ મોત

10177
Published on: 1:19 pm, Wed, 18 November 20

વડોદરા દુર્ઘટ

વડોદરા પાસે વહેલી સવારે વાઘોડિયા ચોકડી પાસે ટ્રેલર પાછળ આઈસર ગાડી ટકરાતાં ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ભાવનગર ના મહુવા પાસે રહેતા લોકો પાવાગઢ દર્શન કરવા માટે આઈસર ગાડીમાં બેસી વાઘોડિયા ચોકડી પાસેથી પસાર થતા હતા.આઈશર ગાડી ટ્રેલર ના પાછળના ભાગે ભટકાઈ હતી.દુર્ગટનામાં આહીર પરિવારના ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું. આઈશર ગાડીમાં મુસાફરી કરી રહેલા લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે.જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે

હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.સવારે ૪ વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી.અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.અકસ્માતમાં કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે,

જેમાં ૫ મહિલા, ૩ પુરુષ  અને ૨ બાળક સામેલ છેહાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી અકસ્માતમાં હંસાબેન ખોડાભાઇ જીંજાળા, ભૌતિક ખોડાભાઇ જીંજાળા,દિનેશભાઇ ઘુઘાભાઇબદલાણીયા, દેવાંશી બિજલ હડીયા, નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા, પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા, દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા઼, ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા,રૂતિક જીન્જુવાડીયા અને ખોડાભાઇ ચુનાભાઇ આહીરના મોત નિપજ્યા હતા.

ડ્રાઈવર બેફામ રીતે ગાડીઓ હંકારે છે 
ઉલ્લેખનીય છે કે, દિવાળીના પર્વમાં લોકો વતનમાં જઇ રહ્યાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે.

મુખ્ય મઁત્રી વિજય રૂપાણી એ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું વડોદરા નેશનલ હાઇવે ઉપર વાઘોડિયા ચોકડી બ્રિજ પર વહેલી સવારે ૪ વાગે સુરતથી પાવાગઢ દર્શને જતા આઇશર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
જેમાં આઇસર ટેમ્પો ટ્રેલરની પાછળ ઘૂસી ગયો હતો. આ ઘટનામાં ૧૫ લોકો ફસાઇ ગયા હતા. તમામને ફાયરબ્રિગેડ દ્વારા બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે.
જ્યારે ૧૭ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે
હાઇવે ઉપર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સારવાર ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
સવારે ૪ વાગે અકસ્માતની ઘટના બનતાં સમગ્ર હાઈવે પર ટ્રાફિમજામની સ્થિતિ ઊભી થઈ હતી.
અકસ્માત બાદ પોલીસ તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

અકસ્માતમાં કુલ ૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં ૫ મહિલા, ,૩ પુરુષ ,અને ૨ બાળક સામેલ છે,હાઈવે પર લોકોની મોટી સંખ્યામાં ભીડ જામી જતાં પોલીસે લોકોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી

accident

અકસ્માતમાં મૃતકોની યાદી

-હંસાબેન ખોડાભાઇ જીંજાળા
-ભૌતિક ખોડાભાઇ જીંજાળા
-દિનેશભાઇ ઘુઘાભાઇ
બદલાણીયા
-દેવાંશી બિજલ હડીયા
-નેન્સી નરેશભાઇ જીન્જુવાડીયા
-પ્રિન્સ ઘનશ્યામ કલસરીયા
-દક્ષાબેન ઘનશ્યામ કલસરીયા
-ઉત્તમ હરીશભાઇ જીન્જુવાડીયા
-રૂતિક જીન્જુવાડીયા
-ખોડાભાઇ ચુનાભાઇ આહીર

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ