દુકાનમાં કોરોના પોઝિટિવ ગ્રાહક ઢળી પડ્યો તો માલિકે CPRથી જીવ બચાવ્યો, કોરોના તો કાલ જતો રહેશે, માનવતા થોડી મૂકાય?

1297
  • વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહેકી ઉઠી માનવતા
  • જનઔષધિ કેન્દ્રના સંચાલકે જીવના જોખમે કોરોનાગ્રસ્તનો જીવ બચાવ્યો
  • દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ ગયો હતો
  • માલિક પણ પોઝિટિવ આવ્યો છતાં કહ્યું, ‘કોરોના તો કાલે મટી જશે, માનવતા રહેવી જોઈએ’

હાલ કોરોનાની મહામારીના માહોલમાં લોકો સંક્રમણ લાગી જવાના ડરે એકબીજાને મદદ કરતા ખચકાય છે; ત્યારે વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો 50 વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો.

કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ બચાવતા સંચાલક પણ કોરોનાગ્રસ્ત થયા હતા એટલું જ નહીં પણ અન્ય બે મેડિકલ કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સંચાલક બે કર્મીઓ સાથે હોમઆઈસોલેશન હેઠળ છે. દવા લેવા આવેલા દર્દીનો ટેસ્ટ કરતા કોરોનાગ્રસ્ત જણાયો હતો.

ગ્રાહકનો જીવ બચાવનાર વેપારી બાલકૃષ્ણ ગજ્જરની તસવીર.

બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું. જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317