વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી મૃતદેહ પાસે ઓમ નમઃશિવાયના જાપ કર્યા

657
Published on: 7:09 pm, Tue, 29 December 20

વડોદરા ગુજરાત

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરીને લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. માતાની હત્યા કર્યા બાદ પુત્ર બે હાથ જોડીને લાશ પાસે જ ઊભો રહ્યો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા. ગોત્રી પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉશ્કેરાયેલા પુત્રએ કાચના ટુકડાથી માતાના પેટમાં હુમલો કર્યો
ગોત્રી વિસ્તારના અંબિકાનગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલાં રહેતાં હતાં. 27 વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારિયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને 50 વર્ષીય માતા ભીખીબેન બારિયા ઘરકામ કરતી હતી. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા પુત્રએ માતાના છાતીથી પેટ સુધી કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો, જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે આવેલા ખુલ્લા મેદાનમાં માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાર બાદ માતાની લાશ પાસે જ ઊભો રહી ગયો હતો અને ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા.

માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો
મહિલાની હત્યાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસને જાણ કરી દીધી હતી. લોકોએ માતાની હત્યા કરનાર પુત્રની ઝાટકણી કાઢી હતી. ઘટનાની જાણ થતાં જ મૃતક મહિલાની દીકરી સજ્જનબેન અને જમાઈ દોડી આવ્યાં હતાં. તેઓ વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા હીરાબાનગરમાં રહે છે.

માતાની હત્યા કરનાર પુત્ર સામે સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળ્યો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી
ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. આ ગુનાની વધુ તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના PI એચ. વી. ચૌધરીએ હાથ ધરી છે.

પુત્રએ કરી હત્યા
પોતાની કુખમાં 9 મહિના સુધી પોતાના બાળકને રાખ્યા બાદ તેનો ઉછેર કરવાનું કંઇક આવું ફળ મળશે તેવું માતાએ ક્યારે વિચાર્યું પણ નહી હોય. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા અંબિકા નગરમાં આજે એક કરુણ ઘટના સામે આવી છે. એક પુત્રએ પોતાની માતાને તીક્ષ્ણ હથિયાર  ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી એટલું જ નહીં હત્યા કાર્યા બાદ નિર્દયી પુત્રએ માતાના મૃતદેહ  સળગાવી દીધો. મૃતક ભીખી બેન બારીયાના અર્ધ બળેલા મૃતદેહને કુતરાઓએ  ફાડી ખાધા બાદ સમગ્ર ઘટનાની જાણ પાડોશીઓને  થતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કર્યા બાદ ગોત્રી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા.

પોલિસને યોગ્ય જવાબ નથી આપી રહ્યો
આ ઘટનાને પગલે સમ્રગ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે માતાની આ રીતે ઘાતકી હત્યા કરવા પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી પોલીસને જાણવા મળ્યું નથી. હત્યારો દિવ્યેશ નશાની લતે ચઢ્યો હોવાથી વારંવાર આ ક્રૃત્ય કરવા પાછળ પોલીસને ઉડાઉ જવાબ આપતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ