વડોદરાના VIP રોડ પર ગાંજાની પડીકીઓ વેચતા રીક્ષા ચાલકની ધરપકડ, એક પડીકી 300થી 400 રૂપિયામાં વેચતો

843
Published on: 7:12 pm, Sat, 24 October 20

વડોદરા ગુજરાત

વડોદરાના VIP રોડ પર ગાંજાની પડીકીઓ વેચતા રીક્ષા ચાલકની ધરપકડ, એક પડીકી 300થી 400 રૂપિયામાં વેચતો

વડોદરા શહેરના કારેલીબાગ VIP રોડ જલારામનગર ઝૂંપડપટ્ટી પાસે રીક્ષા પાર્ક કરીને ગાંજાની પડીકીઓ વેચતા રીક્ષા ચાલકને SOGએ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યો છે. અને રીક્ષા ચાલક વાઘોડિયા રોડના સપ્લાયર પાસેથી 200 રૂપિયા ભાવની એક પડીકી લાવીને ગ્રાહકની ગરજ પ્રમાણે એક પડીકી 300થી 400 રૂપિયામાં વેચતો હતો.

200માંં ગાંજાની પડીકીઓ ખરીદી રૂ.400 રૂપિયામાં વેચનાર પેડલર પકડાયો .વાઘોડિયા રોડ પર રહેતા સપ્લાયર પાસેથી રીક્ષા ચાલક 200 રૂપિયામાં પડીકીઓ લાવીને વેચતો હતો; SOG .પાસે રીક્ષા પાર્ક કરીને ગાંજાની પડીકીઓ વેચતા રીક્ષા ચાલકને SOG એ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યો છે. એક પડીકી લાવીને ગ્રાહકની માંગણી પ્રમાણે એક પડીકી 300થી 400 રૂપિયામાં વેચતો હતો.

SOG પોલીસે બાતમીને આધારે રીક્ષાચાલકને ઝડપી પાડ્યો

વડોદરા શહેર SOG પી.આઇ.ને બાતમી મળી હતી કે, કારેલીબાગ VIP રોડ એલ.એન્ડ ટી. સર્કલ પાસે આવેલા જલારામનગર ઝૂંપડપટ્ટીના પાસે એક રીક્ષા ચાલક રોજ સાંજના સમયે પોતાની રીક્ષા પાર્ક કરીને ગાંજાની પડીકીઓનું વેચાણ કરે છે. જેને આધારે તેમણે સ્ટાફની મદદ લઇને વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ઓટો રિક્ષા ચાલક ગાંજાની પડીકીઓ 300થી 400 રૂપિયામાં વેચી રહ્યો હોવાની ખાતરી થતાં SOGની ટીમે તેને મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.

પોલીસે આરોપી પાસેથી ગાંજાની 19 પડીકી જપ્ત કરી

પી.આઇ. એમ.આર. સોલંકીએ જણાવ્યું હતું કે, ગાંજાનું વેચાણ કરનારનું નામ વિરેન્દ્રકુમાર ઉર્ફ નીકુ અમરજીત ઉપાધ્યાય છે અને તે VIP રોડ જલારામનગર ઝૂપડપટ્ટીમાં રહે છે. તે રીક્ષા ચલાવવાની સાથે ગાંજાનું વેચાણ કરતો હતો. તેની પાસેથી પોલીસે ગાંજાની 19 પડીકી તેમજ ગાંજાની પડીકીઓના વેચાણના રૂપિયા 5300 તેમજ તેની રીક્ષા મળીને કુલ 1,62,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને તેની સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હરણી પોલીસે તેની સામે નારકોટીક્સનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી છેલ્લા છ-સાત માસથી ગાંજાનો ધંધો કરતો હતો

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિરેન્દ્રકુમાર ઉર્ફ નીકુ અમરજીત ઉપાધ્યાય છેલ્લા છ-સાત માસથી ગાંજાનો ધંધો કરતો હતો અને ગાંજાની પડીકીઓ તે વાઘોડિયા રોડ ઉપર રહેતા રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી રોજની 25થી 23 પડીકીઓ લાવતો હતો અને જલારામનગર ઝૂંપડપટ્ટી સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની રીક્ષા પાર્ક કરીને વેચતો હતો. તેને પૂછપરછમાં એમ પણ જણાવ્યું છે કે, રોનક ઉર્ફ બાળુ ચૌહાણ પાસેથી ગાંજાની એક પડીકી 200 રૂપિયામાં ખરીદતો હતો અને છૂટકમાં તે પડીકી ગ્રાહકની ગરજ જોઇને 300થી 400 રૂપિયામાં વેચતો હતો. ગાંજાની પડીકીઓ સાથે ઝડપાયેલા વિરેન્દ્ર ઉર્ફ નીકુ ઉપાધ્યાયને ગાંજાની પડીકીઓ સપ્લાય કરનાર

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ