ભાવનગર મનપાનું મેયરપદ ન મળતાં ભાજપના વર્ષાબા ધ્રુસકે-ધ્રુસકે રડ્યાં, જીતુ વાઘાણી પર કર્યા આક્ષેપ..

2234
Published on: 5:02 pm, Wed, 10 March 21
  • પાર્ટી હરહંમેશ મારી સાથે અન્યાય કરે છે, હું રાજીનામું આપું છું: વર્ષાબા પરમાર
  • ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યાં છે
  • ભાવનગરના મેયરની વરણી થતા વિવાદ
  • મેયર તરીકે વર્ષાબા પરમારનું પત્તુ કપાતા હિબકે ચડ્યા
  • ભાવનગરના મેયર તરીકે કિર્તીબેન દાણીધારીયાની થઈ છે વરણી 

ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે..કિર્તીબેન દાણિધારીયાનું નામ મેયર તરીકે જાહેર થવાની સાથે જ કોર્પોરેટર વર્ષાબેન પરમારે નારાજગી વ્યક્ત કરી હતી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ભાજપ પક્ષ હરહંમેશ અન્યાય કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પેનલ તોડનારાઓને પદ અપાયાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. સાથે જ જનરલ કેટેગરીની મહિલાના પદ પર અન્યાય થયાનો વર્ષાબેને આરોપ લગાવ્યો હતો.

હું રાજીનામું આપું છું

ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યાં છે.

વર્ષાબા પરમારે જણાવ્યું હતું કે આ બેઠક સામાન્ય મહિલા માટે હતી, પરંતુ બક્ષીપંચને મેયર બનાવવામાં આવ્યા છે. જિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે જે પેનલ તોડશે તેને નાની કમિટીમાં પણ સ્થાન આપવામાં આવશે નહીં, પણ જિતુભાઈએ કીર્તિબેન દાણીધારિયાનું નામ લખ્યું છે, એટલે આ બધું જિતુભાઈએ જ કર્યું છે. પહેલેથી મારી સાથે અન્યાય થતો આવ્યો છે. પાર્ટી હરહંમેશ મારી સાથે અન્યાય કરે છે. હું રાજીનામું આપું છું. નોંધનીય છે કે ભાવનગર વોર્ડ નં.10 કાળિયાબીડ સીટ પરથી વર્ષાબા પરમાર જીત્યાં છે.

મેયરપદ માટે કીર્તિબેન દાણીધારિયાની વરણી

ભાવનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ મહિલા અનામત હોવાથી આજે પ્રથમ યોજાનારી બેઠકમાં મેયર, ડે.મેયરની ચૂંટણી અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની નિમણૂૂક કરવામાં આવી છે, જેમાં મેયરપદે કીર્તિબેન દાણીધારિયા, ડેપ્યુટી મેયરપદે કુમાર શાહ, સ્ટેન્ડિંગ ચેરમેનપદે ધીરુભાઈ ધામેલિયાનાં નામની પસંદગી કરવામાં આવી છે.

મેયરપદે કીર્તિબેન દાણીધારિયાની વરણી કરવામાં આવી.

2016ના નોટિફિકેશન અંતર્ગત હાથ ધરાઇ કાર્યવાહી 

ભાવનગરમાં આ વર્ષે 2016ના નોટિફિકેશન અંતર્ગત ગૃહની કાર્યવાહી થશે અને તેમાં પહેલા ઉમેદવારી નોંધાવામાં આવશે અને બાદમાં 15 મિનિટ પછી કમિશનર અથવા કમિશનર દ્વારા સત્તા આપેલ અધિકારી પ્રિસાઈડિંગ ઓફિસર તરીકે બેસશે અને તે મેયર અને ડેપ્યુટી મેયર માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317